ટપકેશ્વર મહાદેવ
ઉના થી ગીરગઢડા અને ત્યાં થી લગભગ સાતેક કિલોમીટર અંદર ગીરમાં ઊંડા વોકળાની દિવાલમાં એક ગુફા છે. જે બહારથી સાવ નાની લાગે છે, પણ અંદર લગભગ સો,ડોઢસો માણસ બેસે તેવી મોટી છે, ગુફાની ઊંચાઈ ત્રણેક ફૂટ જેવી હશે. ગુફાની અંદર બીરાજમાન છે ટપકેશ્વર મહાદેવ.
ટપકેશ્વર મહાદેવની સ્થાપના પાંડવોયે અજ્ઞાત વાસના સમયે કરેલી એવું કહેવાય છે. જ્યાં બારે માસ શિવલિંગ ઉપર આપોઆપ જળાભિષેક થાય છે.
(ગુફાની ઉપરની છત માંથી નીરંતર પાણી ટપકે છે શિવલિંગ પર) ગુફામાં છેલ્લે બે,ત્રણ ભોંયરા છે, જે હાલ બંધ છે. લોક વાયકા પ્રમાણે તે જુનાગઢ ના ડુંગર માં નીકળે છે
ત્યાના સ્થાનિક લોકો પાસે થી મળેલી માહિતી મુજબ ત્યાં જે બાપુ હતા તે ત્યાંજ રહેતા હિંસક પશુઓની વચ્ચે,તે પણ પાલતું પ્રાણી હોય તેમ બાપુ સાથે રહેતા બાપુ એ સિંહોનાં નામ પણ રાખેલા. બાપુ સિંહોને નામથી બોલાવતા ને સિંહો બાપુની ભાષા સમજતા હોય તેમ પાસે આવીની બેસી જતા.
આજેતો બાપુ હયાત નથી બાજુના નેસ માંથી કોઈ ભાઈ આવી ને પૂજા કરી જાય છે દીવસ રહેતા (જંગલના નિયમ મુજબ પાંચ વાગ્યા પહેલાં ચેકપોસ્ટ ની બહાર નીકળી જવું પડે છે)
પ્રકૃતિના ખોળે ગાંડી ગીરની વચ્ચે બીરાજમાન ટપકેશ્વર મહાદેવની એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવી
નોંધ: જેને ખરેખર પ્રકૃતિને માણવી છે. અથવા તો અહોભાવથી દર્શન કરવા છે તેણે જ જવું કેમકે ત્યાં કોઈપણ પ્રકારની ફેસેલીટિ નથી
Credit :- Shrey Vaghela (Van Vagdo)
Comments
Post a Comment