પ્રકૃતિ પ્રેમીઓનું ધામ ધરમપુર

સુરતથી 90 કિલોમીટર દુર આવેલું છે આ અદ્દભુત સ્થળ, ચોમાસાની સિઝનમાં અહી જવાથી સ્વર્ગનો અનુભવ થાય છે.

આ સ્થળ રાજાશાહી નગરી વલસાડથી 30 કીમી પૂર્વમાં, વાપીથી 45 કીમી ઉતરે, સુરતથી 90 કીમી દક્ષિણે આવેલું છે. મિત્રો, આમ તો વરસાદ પડતાં જ ધરમપુરથી ડાંગ સુધીના દરેક ગામડાનું સૌદર્ય ખીલીઉઠે છે. અને ધરમપુરની આજુ બાજુ શું છે તે જાણો અને માણો.


મિત્રો, ધરમપુરથી 10કીમી બીલપુડી ગામે માવલી ધોધ, 15કીમી એ માકણબન ગામે આવેલ ગણેશ ધોધ, 25કીમી પર હનમત માળ ગામે આવેલ આહન ધોધ, 45કીમી પર વિલસન હીલ પાસે વાગવડ ગામે આવેલો શંકર ધોધ, 60કીમીએ અવલખંડી અને ખોબા ગામે સુંદર ધોધ સાથે કુલ 5 ધોધ આવેલા છે.


આ સિવાય ધરમપુર ગામમાં લેડી વિલસન મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, પૌરાણિક શ્રી રાધાકૃષ્ણ મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર, બરુમાલ 8કીમી પર શિવ મંદિર ઉપરાંત 45કીમી પર વિલસન હીલ જે સાપુતારાની હાઇટનો અનુભવ કરાવે છે એ સ્થળો આવેલા છે.


ધીરજ રાખો હજી પૂરું નથી થયું. કારણ કે ધરમપુરથી માકણબન જતા રસ્તે 20કીમી પર અરણાઇ ગામે ગરમપાણીના ઝરા આવેલા છે. આવા ઝરા સુરતથી સાપુતારા જતાં ઉનાઇ ગામે પણ આવેલા છે. પ્રકૃતિ અને ફોટોગ્રાફી તેમજ યુ ટયુબરના ચાહકોને વર્ષા ઋતુ અહીયા સ્વર્ગનો અનુભવ કરાવે છે.

ધરમપુરની આસપાસ ધણી નાની મોટી ટ્રેકીગ સાઇડ પણ આવેલી છે, જેમાં આબાતલાટ ડુંગર 10 કીમી, તેની સામે સાડુને ડુંગર, લુહેરી ગામે બીસે ડુંગર, ગોરખડા ગામેથી વિલસન હીલ લાબું ટ્રેક છે. તેમજ અહી નાની કોરવડ, મોટી કોરવડ, ગાર બરડા, વાગવડ, પંગારબારી ગામો હીલ પર જ આવેલા છે.

સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, ચોમાસામાં અહી તાન, માન અને પાર નદીઓ પુરબહારમાં ખીલે છે. અહીં વર્ષનો 90 થી 100 ઇંચ વરસાદ સામાન્ય છે. અહી ખેત પેદાશમાં ચોખા, નાગલી, વરઇ ધાન, હળદર, આંબાહળદર, કચુરલો અને વિવિધ શાકભાજીના પાક લેવાય છે. જે લોકો સ્વાદના શોખીન છે એમણે અહીના આદીવાસી લોકોનું શુધ્ધ ભોજન જરૂર ચાખવું જોઈએ.



એમાં ચોખા અને નાગલીના રોટલા, લીલા વાંસનું શાક, વાંસનું અથાણું, કંવરીની ભાજી, કાળી અડદની દાળ, ખીચડી કઢી, સ્પે. ચટણીનો સમાવેશ થાય છે. ધરમપુરથી 25 કીમી વાસદા જતાં રસ્તામાં “નાહરી” આદીવાસી બહેનો દ્વારા ચલાવાતા રેસ્ટોરન્ટમાં આ વાનગીઓ ચોમાસામાં મળી રહે છે.

બીજું એ પણ જણાવી દઈએ કે, અહીં આદીવાસી લોકો તાડપા, તુંર, કાહળે જેવા વાદ્યો વિવિધ પ્રસંગે વગાડે છે. અને તેમને સમુહમાં એક તાલે નાચતા જોવા, એમના પારંપરિક નૃત્યની મજા લેવા જેવી છે. અહીની બોલીની વાત કરીએ તો અહી કુકણાં, વારલી અને ધોળીયા બોલી બોલાય છે. સામાન્ય રીતે તેઓ ગુજરાતી સમજે છે.

મિત્રો, આ વિસ્તાર સાગના લાકડા અને હાફુસ કેરી માટે ફેમસ છે. લાકો અહીં મહુડાની ડોડીનું તેલ કાઢી ખાવામાં વાપરે છે. ધરમપુરમાં 800થી 1500ના ભાવમાં રહેવા માટે હોટલ મળી રહે છે. (હોટલના રેટમાં ફરક હોઈ શકે છે.)

અહી ફરવા આવનારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, અહીં વિવિધ જીવજંતુ અને ઝેરી સાપ નિકળતા હોય છે. તો પુરા કપડાં અને બુટ પહેરીને જ ફરવું. પ્રકૃતીનું જતન કરવું, કચરો યોગ્ય જગ્યાએ નાખવો.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )