રણેશ્વર હનુમાન દાદા (ખડીર બેટ ક્ચ્છ)
🚩શરદપુર્ણિમાનાં રણેશ્વર યાત્રા🚩
ગત રવિવારના દિવસે સર્વ ની મનોકામના પૂર્ણ કરનાર "શ્રી રણેશ્વર હનુમાનડાડાના દર્શન માટે સાહસ, શ્રદ્ધા , હિંમત, ભક્તિ, સમર્પણ થી ભરપુર શરદપુર્ણિમાનાં શુભ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પુર્વ કચ્છ જીલ્લાના કાર્યકરો કુનાલભાઈ તેમજ વિશાલભાઈ, મિહિર ભાઈ, યસભાઈ, અને પ્રભુભાઈ સાથે ખડીરના બાભંણકા સુધી કાર થી અને ત્યા થી આગળ ટાંટિયા ફેરવી નાખતી રોમાંચક અને થ્રિલર થી ભરપૂર પાણીદાર 5 કિમી રણની પદયાત્રા મા જોડાવાના અવસર થયો. એકવાર ફરી આ યાત્રામાં હેતાળ પ્રદેશ ખડીર અને ખમિરવંતા ખડીરવાસીઓની મહેમાનગતી માણવા નુ અવસર નો લાહવા ટાણે હમણાં નીજ હાડીભંડગદાદાની યાત્રા યાદગારીઓ તાજી થઇ ગયી.
ખરાબપોરે અમરાપરવાસી મોહનભાઈ ના ઘરે થી મધ્યયાન ભોજન ભેંરો લઇ બાભંણકા રણના કાંઠે પહોંચ્યા. રણના નજારા રોમાંચિત કરનાર લાગ્યા રણની આથમણી બાજુ નજર કરો એટલે રણ નહીં પણ દરિયો લાગે ઉગમણી બાજુ કાંકિડોબેટ, ગાગંટોબેટ, કારોબેટ અને બીજા કેટલાક નાના બેટ રણ વચ્ચાળે નજરે ચડે અને સમગ્ર રણ મા જયા જયા પાણી સુકાઈ ગયેલ તયા સફેદ રણ નુ નયનરમય દ્રશ્યો દ્રશ્યમાન થાય.
રણકાંઠે રોટલાશાંક ની જયાફત માણી તૃપ્ત થઈ રણની અદ્ભૂત સુંદરતા માણતાં માણતાં આગળની કઠણાઈઓ થી બેફામ બેફિકર પિવાના પાણી ના જથ્થા સાથે જાત્રા નુ આંરભ કર્યો.
હા આ પ્રવાસે પગ ના તળિયા તોળી નાખ્યા એમ કહી શકાય કારણ કે રણના 5 કિમી ના વિસ્તારમાં મા અડધા થી વધારે ભાગે ગોઠણ સુધી અને કયાંક ક્યાંક વધારે પણ પાણી ભેરલો છે. અને બરોબર બપોર નુ ટાંણુ એટલે પાણી એકદમ ગરમ અને ભૌ એનાથીયે માથે તપે .
અમરા છ જણાની ટોળી માથી અડધો ભાગ ડાડાયે પોહંચી શક્યો કારણ કે અમારા થી બેક કલાક આગડ ગયેલા માથી અમુક ભાઈશ્રીઓ પાદુકાઓ નુ ત્યાગ રણ કાંઠે જ કરતાં ગયાં એટલે એ જોઈને ઈજ મુરખાઈ અમે પણ કરી. રણ વચ્ચે આવતા પાણી ના છેલ્લા પાર કરવા ભલભલા ના પાણી મપણા જેવો પગ અંદર નાખો એટલે પહેલો ગરમાગરમ અનુભવ પાણી કરાવે ત્યાં થી પગ નીચે જાય એટલે રણ નુ ચિકણું કાંદવ પગને બથભરીને ક્યારેય ન છોડવાને ઈરાદે અંદર ખેચે અને એની નીચેની પરતમા કાટા-કાંકરા પગલે પગલે સ્વાગત કરવા તૈયાર જ હોય. પાણી ની આ ઉપાદી માથી નિકળયા ત્યા ભોમ ભારેખમ થયેલ ભાસી. ચિકણી માટી ઉપર રણ નુ ખાર થી કે બીજા કારણે જમીનનુ તાપમાન અમ ઉઘાડપગ ના માનવીઓને ઘણું જ વાહમુ લાગયો પગ ભેરો પગ ના રે. જાણે પગ તપતા તવા ઉપર જ મુકાતો હોય. હવે બાકી નુ મોટાભાગનું પંથ વરસાદ પહેલાં ના જુના રસ્તાના ભૂભાગ ઉપર કરવાનુ નજરે દેખાતા યાત્રા ની શરૂઆતથી જ યસભાઈ અને મિહિરભાઈ રિટર્ન થવાના મુળમા જ હતા અને હવે આગામી આવનાર કઠણાઈ પામી ગયેલા વિશાલભાઈ નું ટેકો રિટર્ન ટિકિટ માટે મલતા આ ત્રણેય યાત્રી પારોઠ ની પલાણ કરી એટલે સમુહની સફળતા નુ રેશિયો પચાસ ટકા જ રહ્યો. આ યાત્રાની મુશ્કેલીઓની તુલના માનિનીય કુંનાલભાઈએ માં નર્મદા પરિક્રમા ની કઠિન પઠાર ભાગ ની યાત્રા સાથે કરી. છેલ્લા દોઢક કિલોમીટર મા પગ ના તળિયાની સંવેદનશીલતા શૂન્ય જ થઈ ગયી લાગી નીચે પગમાં તાપનુ અનુભવ થવું બંધ જ થતો લાગ્યો .આમ કુલ પાંચ થી છ છેલ્લા પાર કરી હનુમાન બેટ ના કાંઠે પહોંચતા એક ઓર કઠણાઈ તૈયાર જ હતી બેટના કાંઠે ઝીણી ઝીણી કાંકરીયુ અને લાપ ના ઠોરા ચરણવંદના કરતા પગના તળિયા મા નવા અને જુના ઘાવ ઝંઝોરતા પગની સંવેદનાના જાગૃત થતા ઠેઠ ચોટીયે સટાકા થવા મન્યા. આમ ખડીર ના હીંર પ્રભુભાઈ હેડમાસ્તર ઓફ ધોલાવીરા ના માર્ગેદર્શન મા 5 કિલોમીટર ની આ યાત્રા અઢી કલાક જેટલાં સમયમાં પાર કરી બેટ ઉપર પોહચયા.
બેટ ઉપર પોહચતા જ જે દર્શયો અને નજારાઓ દ્રશ્યમાન થયા તેનાથી પછાળની તમામ મુશ્કેલીઓ પળવાર મા વિલુપ્ત થતી લાગી.
બેટ વરસાદ બાદ ગ્રીનલેન્ડ જેવો લાગે અને તેના ઉપર વિચરતી એકલધામ ની ગાયોનુ ધણ અને દુર ઉભેલા ઘુડખર ના દર્શયો નજર ને ટાઢક આપનારા હતા. પંક્ષીઓ નુ પ્રમાણ પણ સારી માત્રામાં હોવાથી કલરવ સંભણાતો હતો. તદ્ઉપરાંત રણેશ્વર દાદા સાનિધ્યમાં પહોંચતાં જ જે અસિમ શાંતિ ના અનુભવ નુ વર્ણન તો કોઈક કવિ જ કરી સકે.
ત્યા પહેલાં પહોચેલા મોહનભાઈ અશોકભાઈ તેમજ અન્ય સંઘના સ્વયંસેવકો ના સ્વાગત અને દાદા ના દર્શન થી જ થાક ઉતરી ગયો. થોડા વિરામ બાદ મસ્ત ગોળ નુ કાવો કે કાળા નુ સ્વાદ માણી બેટ ઉપર આવેલ નાનકડાં તળાવ મા જે સ્નાન ની મોજ માણી તે વોટરપાર્ક મા પણ દુર્લભ છે. ત્યાં જ ઝાલર ટાણું થતા દાદાની સંધ્યા આરતી કરી સર્વે યાત્રીઓ ધન્યતા અનુભવી. સમગ્ર સમુહ મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકરો હોઈ સંઘ ના નિયમો અનુસાર આ પવિત્ર પરિસર મા શાખા લગાવી અને ત્યારબાદ સંધ્યા સમય હોઈ સુર્ય મારાજ પશ્ચિમમાં ઘરે પહોંચ્યાની તૈયારીમાં હોઈ સહુ સનસેટ,રણ, મંદિર વગેરે ના મોબાઇલ મા છબીઓ કંડારવા મા તલ્લીન થયા. આમ સેલ્ફીઓ અને સમુહ ના ફોટા લઇ દાદાના દર્શન કરી પુર્ણિમા ની ચાંદનીમા રણરાત્રિ ના નજરા માણતા ફરી એજ રણ રસ્તે ખાસ આજના ને જુના અનુભવ વગોડતા સહુ પરત રવાના થયા.
રમેશભાઈ આહીર ની ફેસબુક દિવાલ પરથી સાભાર
https://www.facebook.com/100000999472742/posts/2586028451440445/
🚩જય રણેશ્વર હનુમાન દાદા 🚩

Comments
Post a Comment