Get all travel information related to Indian cities, tourist attractions, travel destinations
અનલગઢ
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
અનલ એટલે અગ્નિથી પણ ન બળે શકે તેવો ગઢ એટલે અનળગઢ છે.
અનલગઢ ગામમાં ઐતિહાસિક કિલ્લો અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. જુના ગોંડલ રાજયમાં આવેલા રર૦ વર્ષ જુના આ ઐતિહાસિક કિલ્લાનું મહત્વ ધણું છે. ઊંચી ટેકરી ઉપર આ કિલ્લો આવેલો હોય કુદરતી વાતાવરણ સાથે આથમતા સુર્યનું દ્રશ્ય મનમોહક લાગે છે. અનળગઢ કુદરતી રીતે આજે પણ અપ્રતિમ ઉર્જા ધરાવતું સ્થળ છે. ચાર્જેબલ ટીંબો છે, ત્યાં બેસતા આપણાં શરીર તત્વોમાં ઉર્જા ચાર્જ થતી લાગે છે જે પ્રકૃતિની દ્રષ્ટીએ એક વિશેષતા છે.
જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો તો બહુ જ વિશાળ છે, પરંતુ આ કિલ્લો પણ કાંઇ કમ નથી. ભલે વિસ્તારની દ્રષ્ટીએ બહુ નાનો હોય, પરંતુ મોડપરના કિલ્લામાં રાખવામાં આવેલ સુવિધાઓ તથા તેની ગોઠવણી જોવા લાયક છે. મોડપરના કિલ્લામાં પ્રવેશતાની સાથે જ તમારી આંખો સામે તેનો વિશાળ દરવાજો નજરે ચડે. તેનું લાકડાનું વિશાળ બારણું. કેટલું મજબુત. અંદર નાનુ મેદાન છે. જ્યાં ફિલ્મોમાં બતાવવામાં આવે છે તે રીતે કુસ્તી જેવા કાર્યક્રમો રખાતા હતા, એવું લાગે. અંદર કોઠાર, પાણીનો હોજ, જેલ, તબેલો, અરે હાથીને બાંધવાના થાંભલા પણ જોયા. રાણીના અલગ ઓરડા, રસોડું વિગેરે વિગેરે… એક જગ્યા તો એવી હતી કેં જ્યાં તમે ઉભા રહો, તમને એમ જ લાગે કે જાણે ACની હવા પણ ઓછી પડે. અહીં સોનાના ચરૂઓની માન્યતા પણ છે. અહીં મેં બે થી ત્રણ પોઇન્ટ એવા જોયા કે જ્યાં ઘડો ફીટ થઇ શકે તેવી જગ્યા દીવાલમાં હતી. અને દીવાલ તુટેલી. એનો મતલબ એ કે શું અહીં દીવાલની અંદર આવા ઘડા સંતાડીને રખાતા? ત્યારબાદ અંડરગ્રાઉન્ડ પાણીની નહેર પણ જોઇ. ઉપરાંત એવી સિસ્ટમ રાખેલી છે, કે ચોમાસા દરમિયાન બધુ પાણી એક જગ્યાએ હોજમાં એકઠું થઇ શકે. દીવામાં રાખેલ નાની નાની જગ્યાઓ કે ...
બરડા ડું ગરની એ આહલાદક ... કુદરતી ...વાતાવરણ ..જાણે આપણે તમામ પ્રકારની ચિંતાથી પર ઉઠીને કુદરતના ખોળામાં બરડાની ગોદમાં હોય એવું લાગે છે ..તન અને મનથી તમને પ્રફુલિત કરી દયે છે તમને આયાનું વાતાવરણ .... અનેક ફરવા લાયક સ્થળો ... જે સ્થળની મુલાકાત લ્યો તેનું વાતારણ તમારા તમામ થાકને દુર કરી દે તેમ છે ... જેમાં ઘુમલી ગામે આશાપુરા માતાજીનું મંદિર લગભગ ૧૦૦૦ જેટલા પગથીયા ચડતા આવે છે .... વિધ્યાવાસીની માતાજીનું મંદિર ... ૪૦-૫૦ પગથીયા ચડતા આવે છે ... ભૃગુકુંડ... નવલખો ...જે ૧૨મી સદીમાં બંધાયેલ સોલંકીયુગના સ્થાપત્યનું મહત્વનું દષ્ટાંત છે .. આવા તો અનેક સ્થળો છે ... એમાં પણ ઘુમલી થી ૩ – ૪ કિલોમીટર અને બરડા ડુંગરની ટોચ પર આવેલ આભપરાનેશ ... જ્યાં ત્રિકમજીબાપુનું મંદિર આવેલ છે ..જયા પગપાળા જઈ શકાય છે ... ૨ – ૩ કલાક જેવો સમય લાગે છે .... દરરોજ ૩૦-૪૦ જેટલા ભાવિકો ત્યાં દરરોજ આવે છે .. ત્યાં રાત્રી રોકાણ માટે તથા રહેવા માટે રૂમની વ્યવસ્થા છે ... અમારી પારંપરીક ગોદણાની તેમજ જમવા માટે વાસણો તથા રસોઈ માટેની તમામ વ્યવસ્થા છે ... જમવાનો કાચો સામાન સાથે લઇ જવાનો રહે છે .... અને અભયારણ્યમાં આવ્યું હોવાથી ર...
ગ્રુપ પીકનીક કે ગેટ ટુ ગેધર માટે અને ગ્રુપના સભ્યોને પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માટે એક સરસ સ્થળ જાણકારીમા આવ્યુ છે:"ઉજાણી ઘર". સાણંદ થી નળસરોવર રોડ પર સ્થિત " ઉજાણી ઘર " આપને ઘરનાં ભોજનનો સ્વાદ આપશે અને આપ આપની નળ સરોવર ની મુલાકાત યાદગાર બનાવી શકશો. ઉજાણી ઘરની થોડી નોંધપાત્ર બાબતો 1. શુધ્ધ ,સાત્વિક, ઓછા તેલ માં અને મોટાભાગે ચૂલા પર બનેલું ભોજન.(મેંદો,મોરસ નહીં ) 2. મોટા ભાગે માટીના વાસણો માં બનેલું અને માટીના વાસણોમાં જ પીરસાતું ભોજન. 3. પર્યાવરણની સાથે આપણી પરંપરાગત સંસ્કૃતિ સાથે આપ આપનો સમય વિતાવી શકો તેવુ વાતાવરણ 4. બાળકો માટે તમામ ઇન્દ્રિયોનો વિકાસ થાય તેવી રમતો 5. જાતે રસોઈ બનાવી શકો તે માટેની અનુકુળતા 6. રસોઈ થતી જોઈ શકાય તે રીતે ખુલ્લું રસોડું 7. ટેબલ - ખુરશીની સાથે સાથે પરંપરાગત બેઠક વ્યવસ્થા. 8. સૌથી મહત્વ ની બાબત આપના દ્વારા બિલ માં ચૂકવાતી રકમ નો નફો આજુબાજુના ગામના 6 વર્ષ સુધી ના કુપોષિત બાળકો ના પોષણ માટે ઉપયોગ કરવામાં આવશે .... એટલે કે જાણે અજાણે આપ આ બાળકો ના વિકાસ માટે 'નિમિત્ત' બની શકો છો. આપ આવો...
વાંકાનેરથી 8 કિલોમીટર દૂર લજાઇ જતા માર્ગ પર રાજવી પરિવારે બંધાવેલું વડસર તળાવ લીલાછમ ડુંગરોમાંથી વહેતા ઝરણાના હેતથી છલકાઇ ગયું છે. પર્યટક સ્થળ તરીકે વિકસેલા વડસર તળાવમાં છલકાતા નીર અને ચોમેર ડુંગરોમાં પથરાયેલી હરિયાળી મેઘરાજાની કૃપાથી જાણે પુલકિત થઇ ગઇ છે. તળાવની પાળેથી ઓવરફ્લો થઇને જતાં શ્વેત પાણીનો પ્રવાહ અને W આકારના તળાવનો નજારો જોઇ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો હીલ સ્ટેશને આવ્યા હોય તેવો રોમાંચ અનુભવી રહ્યા છે. વડસરના તળાવથી આગળ આવેલા ડુંગરાઓ (રતન ટેકરી) ની ટોચ ઉપર સૌરાષ્ટ્રનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર છે. તેનો આકાર પાંડવોના રથ જેવો છે. આજુબાજુમાં જંગલ વિસ્તાર છે.સારો વરસાદ થઈ જતા આ ડુંગરાઓ પર ઘાસ ઊગવાને કારણે લીલાંછમ બન્યા છે,જેના કારણે નયન- રમ્ય દ્દશ્ય જોવા મળે છે, ભારે કુદરતી વાતાવરણ સર્જાયું છે. જડેશ્વર પહોંચતા પહેલાં વાંકાનેર રાજવીએ બનાવેલું વડસર ગામ પાસે આ તળાવ આવે છે. આ તળાવનું નામ જસવંતસર તળાવ. જેનું ખોદકામ છપ્પનિયા દુકાળ વખતે વા...
બાલી કે થાઈલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સ્વચ્છ નદી. વિશ્વાસ નહીં થાય પણ ભારતમાં જ આવેલી છે કાચ જેવી પારદર્શક આ નદી. ફરવા જવાની વાત આવે તો જેને હેરિટેજમાં રસ હોય તે ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતા શહેરોની મુલાકાત લેતા હોય છે, જેને દરિયો ગમતો હોય તે દરિયાકિનારાના શહેરોમાં જતા હોય છે અને જેને પર્વતો ગમતા હોય તે હિલ-સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. આ સિવાય ભારતની નદીઓ જોવી એ પણ એક લ્હાવો છે. ભારતની નદીનું નામ કાને પડે એટલે તમારી આંખ આગળ કદાચ કચરો, ફેક્ટરીનું દુષિત પાણી, વગેરેનું ચિત્ર ઉભું થશે. પરંતુ અહીં ભારતની જ એક એવી નદીની વાત કરવામાં આવી રહી છે, જ્યાં દેશવિદેશથી હજારો પર્યટકો બોટિંગ કરવા માટે આવે છે. ઉમનગોટ નદી ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલા West Jaintia Hills જિલ્લાના નાનકડા Dawki પ્રદેશમાં પસાર થાય છે. આ નાનકડું શહેર મેઘાલયની રાજધાની શિલોંગથી માત્ર 95 કિલોમીટર દૂર છે. આ નદીની ખાસ વાત એ છે કે તે કાચ જેવી પારદર્શક અને સ્વચ્છ છે. દાવકી શહેર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક વ્યસ્ત વેપાર માર્ગ છે. અહીંથી રોજ સેંકડો ટ્રક પસાર થતી હશે. ઉમનગોટ નદી આજુબાજુના વિસ્તારોના માછીમારો માટે આ માછીમારીની મુખ્ય...
ભારતમાં એક એવું ગામ છે, કે જ્યાના સુમસામ રસ્તાઓ અને ડરાવનો માહોલ તમને પણ ડરાવી શકે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે અહીં જવા પર તમને પાડોશી દેશ શ્રીલંકા નજીકથી જોવા મળશે. જી હા, અહીં વાત કરી રહયા છીએ, ધનુષકોડિ ગામની, જે ખાલી છે, વેરાન છે, પરંતુ શ્રીલંકાથી ફક્ત 18 કિલોમીટર દૂર છે. ધનુષકોડિ ગામ ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર સ્થલીય સીમા છે, કે રેતીના ઢગલા પર ફક્ત 50 ગજની લંબાઈમાં વિશ્વના સૌથી નાના સ્થળોમાંનું એક છે. સાધારણ શબ્દોમાં કહીએ તો ભારતના છેવાડા પર એક એવી વેરાન જગ્યા છે જ્યાથી શ્રીલંકા દેખાય છે. જો કે હવે આ જગ્યા ભૂતિયા શહેરોની યાદીમાં સામેલ થઇ ગઈ છે. કારણ કે આ વિસ્તારમાં અંધારામાં ફરવાની મનાઈ છે. આ જગ્યા ડરવાની હોવા છતાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ છે. અહીં દિવસના અંજવાળામાં જાઓ અને સાંજ થતા પહેલા જ રામેશ્વરમ પરત ફરી જાઓ, કારણ કે 15 કિલોમીટરનો રસ્તો સુમસામ, ડરાવનો અને રહસ્યમયી છે. આ ગામ સાથે કેટ્લીક ધાર્મિક માન્યતાઓ અને કિસ્સાઓ-વાર્તા જોડાયેલા છે. પર્યટન ક્ષેત્રમાં આ જગ્યા હાલ ઉભરાઈને આવી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ભૂતિયા શહેરને જોવા આવે છે. ભારતીય જળસેનાએ પણ અ...
દુનિયાનાં પ્રખ્યાત સ્થળો જોવાની ઈંતેજારી કોને ન હોય ? યુરોપ ખંડમાં આવેલ પૃથ્વી પરના સ્વર્ગ સમાન સ્વીટ્ઝરલેન્ડ, આલ્પ્સ પર્વતનાં બરફછાયાં શિખરો, પેરીસનો એફીલ ટાવર, અંગ્રેજોએ લંડનમાં સાચવેલો કોહીનૂર હીરો, પીસાનો ઢળતો મિનારો, વેટીકનમાં આવેલું ખ્રિસ્તીઓનું મુખ્ય ચર્ચ, ટાપુઓ પર વસેલું સુંદર વેનિસ, કકૂ ઘડિયાળો માટે વિખ્યાત ધ્રુબા – આ બધી જગાઓ જોવા માટે મન જરૂર લલચાઈ જાય. આ બધાં સ્થળો યુરોપ ખંડમાં આવેલાં છે. અમે આ સ્થળો ફરવા માટેનો એક પ્રોગ્રામ ઘડી કાઢ્યો અને એક ટ્રાવેલ કંપનીમાં નામ નોંધાવી દીધું. યુરોપ ખંડના ઘણા બધા દેશોમાંથી અમે નાનામોટા થઈને કુલ ૧૧ દેશોમાં ફરવાના હતા. આ માટે બે વિસા લેવાના હોય છે. ઈંગ્લેન્ડ માટેનો એક વિસા અને અન્ય દેશો માટેનો ભેગો વિસા. આ બીજા વિસાને ‘સેન્જન વિસા’ કહે છે. ઇંગ્લેન્ડનું ચલણ પાઉન્ડ છે જયારે બીજા દેશોનું ચલણ યુરો છે. એટલે ત્યાં વાપરવા માટે જરૂર પૂરતા પાઉન્ડ અને યુરો લઈને જવું સારું. જો કે પાઉન્ડ અને યુરોની અરસપરસ બદલી કરવા માટેની વ્યવસ્થા ત્યાં મળી રહે છે. સ્વીટ્ઝરલેન્ડમાં સ્વીસ ફ્રાંકનું ચલણ છે. પરંતુ તેઓ યુરો ધરાવતું ક્રેડીટ કાર્ડ સ્વીકારે છે ખરા. આ દેશોમ...
આપ ગુજરાત ના રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૮ ઉપર થી પસાર થાવ એટલે અંકલેશ્વર ની એક વાલિયા ચોકડી, યા રાજપીપલા ચોકડી થી વળાંક લેવો ... અંકલેશ્વર થી દેડીયાપાડા , દેડીયાપાડા થી કોકટી , કોકટી થી ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ ખુબજ રમણીય , ખુબજ આહલાદક, ખુબજ સરસ વાતાવરણ , નીરવ સાંતી નાના મોટા પાણી ના ધોધ કુદરતી ઝરણાં લીલા કોતરો નાના મોટા લીલા છમ ડુંગરા ધોધ ના પાણી નો ઘૂઘવાતો અવાઝ ભોળી આદિ વાસી પ્રજા નાના નાના કાચા મકાનો કાચી સડકો ના લાઈટ , ના મોબાઇલ નેટવર્ક , ના કોઈ મોટર ના અવાઝ , ના કોઈ દવા ખાનું , ના કોઈ મેડિકલ સરકારી સ્કુલ પણ મુશ્કિલ થી એક બે જોવા મળી તે પણ બે ચાર કક્ષ સુધીની. લાલ માટી ના પહાડો , અને કાચા નાળિયા વાળા મકાનો , તે છતાં ત્યાં ની પ્રજા અત્યંત ખુશી અને કોઈ પણ જાત ના અત્યાધુનિક સાધનો વગર જીવી રહી છે ... તે લોકો ના પહેરવેશ ઉપર ગરમ ધૂંસો તો હોયજ .. અને ઘર ના આંગણા માં નાની નાની દુકાન ... ત્યાં ના લોકો એક ચાર પૈડા વાળું સાધન જોય ને પણ ખુશ ખુશ થઇ જાય , રસ્તો પૂછો તો કુતુહલ ના સાથે બતાવે .. કદાચ એમને નવાઈ લગતી હશે કે વળી આ લોકો અહીંયા સુ જોવા આવતા હશે ?? કોકટી...
Comments
Post a Comment