ખીમસર (કિલ્લા અને મહેલોનું સુંદર શહેર)

નાગૌર રાજસ્થાનનું એક મુખ્ય શહેર છે. આ નાગૌરનું જિલ્લા મથક છે. ઐતિહાસિક રીતે આ સ્થળ અત્યંત મહત્વપૂર્ણ છે. નાગૌર બલબનની જાગીર હતી. જેને શેરશાહ સૂરીએ ૧૫૪૨મા જીતી લીધું હતું. આ ધરતી પોતાના કિલ્લા અને મહેલોના રૂપમાં બેનમૂન સુંદરતા સમેટેલી છે. નાગૌરની સુંદરતા અહીંના કિલ્લા અને છતરીઓ છે જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નાગૌરમાં પ્રવેશ કરતાં જ જોવા મળે છે. આ નગરની ત્રણ મુખ્ય દ્વાર છે-દેહલી દ્વાર, ત્રિપોલિયા દ્વાર અને નાકાશ દ્વાર


નાગૌર અને તેની આસપાસ મુખ્ય પર્યટન સ્થલોમાં નાગૌરનો કિલ્લો, તારકિનની દરગાહ, વીર અમરસિંહની છતરી, મીરાબાઇનું જન્મસ્થળ મેડતા, ખીવસર કિલ્લો અને કુચામન કિલ્લો વગેરે છે. કિલ્લાની અંદર પણ નાના નાના અત્યંત સુંદર મહેલ અને છતરીઓ છે. નાગૌર કિલ્લો દૂર-દૂર સુધી ફેેલાયેલી રેતીની વચ્ચે એક પ્રકાશ સ્તંભની જેમ જોવા મળે છે. નાગૌરનું આકર્ષણ અહીંનો પશુ મેળો છે. આ મેળામાં વિભિન્ન પ્રકારના પશુઓનું ખરીદ-વેચાણ ઉપરાંત ઊંટી દોડ, કઠપૂતળી ખેલ, રાજસ્થાની નૃત્ય, મરઘાઓની લડાઇ વગેરે સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.અહીના જોવા લાયક સ્થળોનો પરિચય...

નાગૌર કિલ્લો નાગૌર કિલ્લો એક મુખ્ય અને આકર્ષક પર્યટન સ્થળ છે. આ એક સુંદર રેતાળ ગઢ છે જેને બે સદીમાં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લો ગત યુગમાં લડવામાં આવેલા અનેક યુદ્ઘોનો સાક્ષી છે. આ રાજસ્થાનની સૌથી સપાટ ભૂમિ પર બનેલો છે જે પોતાની ઊંચી દીવાલો અને વિશાળ પરિસર માટે પ્રસિદ્ઘ છે. કિલ્લાની અંદર અનેક મહેલો, મંદિરો, ફુવારા અને સુંદર બગીચા તમે જોઇ શકો છો. આ કિલ્લાનું નિર્માણ નાગવંશીયો દ્વારા કરાયું હતું. બાદમાં કિલ્લાને મોહમ્મદ બહલીન દ્વારા પુનર્નિર્મિત કરાવવામાં આવ્યો. કિલ્લાના ત્રણ મુખ્ય દ્વાર છે- પ્રથમ પ્રવેશ દ્વાર લોખંડ અને લાકડાના અણીદાર ખીલાથી બનેલ છે જે દુશ્મનો અને હાથીઓના હુમલાથી રક્ષા કરવાના હેતુસર બનાવવામાં આવ્યો હતો. બીજો પ્રવેશ દ્વારા વચ્ચેનો થાંભલો છે અને અંતિમ પ્રવેશ દ્વારા કચેરી પોલ છે. અંતિમ દરવાજાને પ્રાચીન કાળમાં નાગૌરની ન્યાયપાલિકાના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવતો હતો. ખીમસર કિલ્લો આ કિલ્લો નાગૌર રાષ્ટ્રીય માર્ગથી ૪૨ કિ.મી. દૂર સ્થિત છે. આ કિલ્લો લગભગ ૫૦૦ વર્ષ જૂનો છે. આ થાર મરૂસ્થળીની વચ્ચે સ્થિત છે. આ કિલ્લાનું નિર્માણ ઠાકુર કરમસિંહજીએ ૧૬મી સદીમાં કરાવ્યો હતો. ખીમસર કિલ્લો નાગૌરના મુખ્ય દર્શનીય સ્થળો પૈકી એક છે પરંતુ કેટલાક સમય બાદ આ કિલ્લાને હેરિટેજ હોટલમાં તબ્દીલ કરી દેવામાં આવ્યો. આ હોટલમાં તમામ આધુનિક સુવિધાઓ સહેલાણીઓને પ્રદાન કરાય છે. માનવામાં આવે છ ેકે આ કિલ્લામાં મોગલ સમ્રાટ ઔરંગઝેબ ક્યારેક-ક્યારેક રહેવા માટે આવતા હતાં. અહિચ્છગઢ કિલ્લો આ કિલ્લાનું નિર્માણ ચોથી સદીમાં થયું હતું. આ કિલ્લાના ત્રણ દરવાજા છે - પ્રથમ દરવાજાને સિરહે, બીજાને બીચ કા પોલ અને ત્રીજાને કચેરી પોલ કહેવામાં આવે છે. આ કિલ્લામાં રાની મહેલ, દીપક મહેલ, ભક્તસિંહ મહેલ, અમરસિંહ મહેલ, અકબરી મહેલ ઉપરાંત કૃષ્ણ મંદિર અને ઘણા મંદિરો છે. અહીં શાહજહાની સ્મારક છે.

અકબરી મસ્જિદ મોગલ સમ્રાટ અકબરે અહીં એક મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ મસ્જિદનું નામ અકબરી મસ્જિદ છે. આ મસ્જિદ શહેરની વચ્ચો વચ્ચ દડા મહોલ્લાના ગિનાડી તળાવ પાસે આવેલી છે. કુચામન કિલ્લો કુચામન કિલ્લો રાજસ્થાનના સૌથી જૂના કિલ્લા પૈકી એક છે. આ કિલ્લો પર્વતના ઉપરના ભાગમાં સ્થિત છે જેમ કે એક ચીલનો માળો હોય છે. તેનું નિર્માણ પ્રતિહાર વાંના રાજપૂત સમ્રાટ નાગભટ્ટ પ્રથમે ૭૫૦ ઇ.માં કરાવ્યું હતું. કુચામન કિલ્લો પોતાના પ્રખર અને ભીમકાય પર કોટો, ૩૨ દુર્ગો, ૧૦ દ્વાર અને વિભિન્ન પ્રતિરોધક ક્ષમતા ધરાવતો કિલ્લો છે. આ એક માત્ર અનોખી વાસ્તુ કળા ધરાવતો કિલ્લો છે. આ કિલ્લામાં પાણી સંગ્રહ અને પ્રબંધનની સારી વ્યવસ્થા છે. કિલ્લાના અનેક ભૂમિગત ટાંકા આજે પણ મોજૂદ છે. આ કિલ્લામાં અનેક ભૂગર્ભ સ્થળો, પ્રાચીન અંધકૂપ અને જેલ છે જેમને આજે પણ જોઇ શકાય છે. હાલમાં આ પણ હેરિટેજ હોટલમાં તબ્દીલ થઇ ગયો છે. ક્યારે જવું આમ તો વર્ષ દરમ્યાન ગમે ત્યારે તમે નાગૌર જઇ શકો છો પરંતુ અહીં જવા માટે અનુકૂળ સમય ફેબ્રુઆરીથી મે અને ઓગસ્ટથી નવેમ્બર વચ્ચેનો હોય છે. કઇ રીતે જવું હવાઇ માર્ગ : સૌથી નજીકનું હવાઇ મથક જોધપુર છે. અહીંથી નાગૌર ૧૩૫ કિ.મી. દૂર છે. રેલ માર્ગ : નાગૌરનું સૌથી મોટું રેલવે સ્ટેશન મેડતા રોડ છે. સૌથી નજીકનું રેલવે સ્ટેશન નાગૌર છે. ભારતમાં સૌ પ્રથમ રેલ બસ સેવા મેડતા રોડથી શરૂ કરાઇ હતી. સડક માર્ગ : નાગૌર માટે સીધી બસ સેવા અમદાવાદ, દિલ્હી, અજમેર, આગ્રા, જયપુર, જૈસલમેર અને ઉદયપુરથી નિયમિત ચાલે છે

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )