હિમાચલ પ્રદેશ .... વશિષ્ઠ ગામની મુલાકાત
વશિષ્ઠ મંદિર 4000 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે.. ભારતીય હિન્દુ સંસ્કૃતિની વારસોની વાત કરવામાં આવે તો વશિષ્ઠ ગામ ખૂબ મહત્વનું છે.
વશિષ્ઠ મંદિરની બાજુમાં ભગવાન રામનું એક પ્રાચીન પથ્થર મંદિર પણ છે. આ સ્થળ એક મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થાન કેન્દ્ર છે.
વશિષ્ઠ હોટ વોટર સ્પ્રિંગ આ ક્ષેત્રના પ્રખ્યાત આકર્ષણોમાંનું એક છે. માનવામાં આવે છે કે ગામની વચો વચ આવેલ આ ગરમ ઝરણાના કુંડ ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણ દ્વારા બનાવવામાં આવેલ હતા.
સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું તે મુજબ વશિષ્ઠ ઋષિને દૂર ન્હાવા જવું ન પડે તે માટે લક્ષ્મણજીએ જમીનમાં એક તીર ચલાવ્યું, અને ગરમ ઝરણાં ઉભરી આવ્યા. જ્યાં આજે પણ ગરમ ઝરણાં જોવા મળે છે.. જેમાં નહાવાનો લ્હાવો છે..
માનવામાં આવે છે કે ગરમ પાણીના કુંડ ઔષધીય મૂલ્ય ધરાવે છે. તેમાં સ્નાન કરવાથી ચામડીને લગતા રોગો નાશ પામે છે.
ઘણા લોકો વશિષ્ઠ સ્નાનમાં ડૂબકી લેવા જાય છે અને ત્વચાની ચેપ અને રોગોથી છૂટકારો મેળવે છે. પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ કુંડની વ્યવસ્થા પણ છે.
નજીકમાં પહાડી પર જોગણી ધોધ આવેલ છે.. જે પણ માણવાલાયક છે.
મનાલીથી થોડા કિલોમીટર દૂર વશિષ્ઠ મંદિર આવેલું છે. બિયાસ નદીની પૂર્વમાં સ્થિત એક સુંદર નાનકડું ગામ સકારાત્મકતાની ઉર્જાને ફેલાવે છે. વશિષ્ઠ ગામથી હિમાલયના બરફ આચ્છાદિત પહાડો નો અદભુત નજારો જોવા મળે છે.
ફોટોગ્રાફસ માટે અહીં ક્લિક કરો.
👇👇👇👇
https://m.facebook.com/story.php?story_fbid=2576658769030665&id=100000597003115
Comments
Post a Comment