ટપકેશ્વરી (ભુજ)

ટપકેશ્વરી એ ભુજ થી જદુરા રોડ પર ભુજ થી આસરે 10 કીમી ના અંતરે આવેલું ટપકેશ્વરી માતાજીનું પૌરાણિક મંદિર છે. મંદિરની નીચે પાણીનું ઝરણું સતત ચાલુ જ રહે છે. એવું કહેવાય છે કે ભુતકાળમાં તે માતાજીની મૂર્તિ પર પાણીનો ટપ ટપ અભિસેક ચાલુ જ રહેતો તેથી તે જગ્યાનું નામ ટપકેશ્વરી પડ્યું...

મંદિર સિવાય તેની આસપાસ રાજાઓના સમયમાં પથ્થરોના નાના નાના રૂમો બનેલા છે. રૂમોની વચ્ચેથી એક રસ્તો બાજુમાં રહેલ ડુંગર પર જાય છે. તે ડુંગરોના પથ્થરોમાં કુદરતી રીતે જ ખુબ સુંદર કોતરણી થયેલી છે. તેનો અદ્ભુત નમૂનો નીચે ફોટાઓમાં જોઈ શકો છો...

આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકરો માટે આદર્શ છે.
ચોમાસામાં આ ડુંગરો લીલુડી ચાદર રુપી ચુંદડી ઓઢી નવી નવેલી દુલ્હનની જેમ શોભી ઉઠે છે. મંદિરની ડાબી બાજુએથી એક રસ્તો બાજુના ડુંગર પર જાય છે. ત્યાંથી ઉપર ચડી ડાબી બાજુએથી સી (C) આકારમાં ટ્રેક કરી સામેની બાજુએ નીચે ઉતરી શકાય છે. લગભગ 2 કલાક નો સુંદર ટ્રેક છે.

ફોટો માટે અહીં ક્લિક કરો..

https://m.facebook.com/story.php?story_fbid=3693669037425818&id=100003482741015

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )