ગાંગતા બેટ : બેટ મા આવેલો કિલ્લો

રાપર તાલુકા મા આવેલું રવેચી માતાનું મંદિર જાણીતું છે.રવેચી માતાજી થી આશરે ૮ કિલોમીટર ના અંતરે ગાગંતા બેટ આવેલો છે.
ગાગતા બેટ એ રણ ની સપાટી થી 208 ફૂટ ઊંચાઈ ઉપર આવેલો બેટ છે ગાગતા બેટ મા આવેલ રવેચી માતાજી નુ પ્રાચીન મંદિર આવેલું છે મંદિર કાલ ક્રમે પૂર્ણોધાર ઉપર થયેલો છે પરંતુ અંદર ના ભાગ માં જોતા એવું સ્પષ્ટ જાણી શકીયે કે મૈત્રીક કાલીન હોવું જોઈએ મંદિર ના પાછળ ના ભાગ માં એક પ્રાચીન દુર્ગ ના અવશેષ પણ જોવા જેવા છે, આ દુર્ગ ને આપણે સેટેલાઈટ થી પણ જોઈ શકાય છે જેમાં વ્યવસ્થિત બંધ તૂટે દુર્ગ નું નિર્માણ થયું હોય એવુ લાગે છે તેમજ આ કિલ્લા ની જગ્યા ઉપર અંગ્રેજો એ તેમના સમય ના ટોપો મેપ મા પણ "deserted" લખેલું જોવા મળે છે! આ દુર્ગ કદાચ જ્યારે આ રણ દરિયો હોય ત્યારે વહાણવટા વ્યાપારી દ્વારા માલ સામાન રાખવા માટે બનાવેલો હોઈ એવું પ્રાથમિક નજર થી જોઈ શકાય છે,કચ્છ ના ઇનસાઈક્લોપીડિયા તરીકે ઓળખાતા ડો ભૂડિયા સાહેબ ના કહેવા મુજબ કે અહીંયા છેલ્લે બારવટિયા ના કોઠા હશે એ સાચી વાત છે કે આવી નિર્જન જગ્યા છે તો અહીંયા સલામત જગ્યા છે એટલે પણ તેના પેલા આ જગ્યા ક્ષત્રપ કાળ ની હોય એવું લાગે છે અહીંયા ના પત્થરો અને તેની બાંઘકામ શૈલી ક્ષત્રપકાળ ની હોય એવું લાગે છે! કચ્છ નો રણ વિસ્તાર અને બન્ની નો વિસ્તાર અને અંધાઉ બન્ની એ ક્ષત્રપકાળ માં મુખ્ય હતું એટલે આ વિસ્તાર માં રણ વિસ્તાર માં હોવા થી ક્ષત્રપકાળ નો હોય કિલ્લો એવું લાગે છે!
ગાંગતા બેટ પર પુરાતન કિલ્લો છે તે કિલ્લાની બાંધકામ શૈલી વિશિષ્ટ છે!માત્ર કોરા પથ્થર વડે એ બનેલો છે.રવેચી માતાજી ના મંદિર થી વાયવ્ય ખૂણે બબરગઢ આવેલો છે.અહી ના કૂવામાં જ બબર રાક્ષસ મરાયો હતો માં રવેચી ની ગાયો ને ત્રાસ આપનાર બબર રાક્ષસ ને ગાંગતા ના બેટ માં આવેલ કૂવા માં મારવા મા આવેલ હતો!આ કિલ્લા ને ઘેરી ને બેઠેલો ગાંડો બાવળ દૂર થાય તો દર્શનાર્થીઓ ને બહુ જ લાભ થાય તેમ છે. ૨૦૦૧ના ભૂકંપ વખતે પણ આ અવશેષાત્મક કિલ્લાને ખાસ નુકસાન થયાનું જણાતું નથી.અહીંયા આસપાસ મા મોટા પ્રમાણ માં ગાંડા બાવળ ઉગેલા છે આમ તો આખા બેટ મા ગાંડા બાવળ નું સામ્રાજ્ય છે!અહીંયા રવેચી માતાજી ની ગાયો શિયાળા માં આ બેટ ઉપર રહે છે આ બેટ મા એક મોટું તળાવ પણ આવેલું છે! ગાગતા બેટ મા આવેલા રવેચી માતાજી ના મંદિરમાં અડધી સદી પહેલા શિખરબંધ મંદિર બનાવ્યું હોવાની તકતી જોવા મળે છે.અનેક સંભારણા અને પદ ચિહ્નો થી સભર આ ભૂમિ પર માં રવેચી નું મંદિર છે.પણ કિલ્લા વિશે ખાસ જાણકારી મળતી નથી. ગાંગતો બેટ ગાયોના ચણિયાર તરીકે ઘણો જાણીતો છે!
રાપર થી 20 થી 22 કિલોમીટર દૂર આવેલ ગાગતાબેટ રવેચી મંદિર થી સાતેક કિ.મી. દૂર છે..એકદમ ચોતરફ શ્વેત રણ ની વચ્ચે આવેલ આ બેટ માં જાઇએ તો જિંદગી ની તમામ તકલીફો ભુલાઇ જાય છે.
દૂર સુધી શ્વેત બરફ ની ચાદર જેવું રણ..જયાં આપણે ન બોલીયે તો આખો દિવસ કોઇ અવાજ જ ન સંભળાય.માત્ર સાંજે શિયાળ નો અવાજ સંભળાય..! આ સ્થળ કચ્છ નું નહીં પણ ભારત નું જોવાલાયક સ્થળ છે..!! ગાંગતા બેટ એટ્લે ઉત્તમ દર્શનીય સ્થળ .અત્યંત નીરવ શાંત વાતાવરણ ,ચારે બાજુ કુદરત ની કમાલ . આ બેટ હકીકત માં દર્શનીય છે અને ચારે બાજુ કુદરત ના બેમિશાલ કરિશ્મા સમું કચ્છ નું દૈદીપ્યમાન રણ પોતાની ચાંદી જેવી સફેદી પાથરી ને બેઠું છે ,અહી કોઈ હુંકારો દેનારું આઘે -આઘે દેખા દેતું નથી ..''ગાંગતા બેટ નહીં દેખા ,તો કુછ નહીં દેખા ''
વાગડવાસીઓ માટે ગાગતા બેટ એક આસ્થા નું કેન્દ્ર છે, પરતું બહાર થી આવનારા લોકો અને બહાર ના લોકો આ બેટ થી અલિપ્ત રહ્યાં છે.હવે લોકો પણ આ બેટ મા ફરવા આવે છે ધાર્મિક સ્થળ ની સાથે સાથે એક પર્યટન સ્થળ પણ બની ગયું છે! રવેચી થી અહીં સરળતાથી પહોંચી શકાય છે!અમુક વર્ષો પહેલા તો અહીંયા જ્યારે રણ મા પાણી સુકાઈ જાય પછી જઈ શકાતું હતું પરંતુ હવે ત્યાં જવા માટે માણાકા રવેચી માતાજી ની જગ્યા થી સામે ગાગતા બેટ દેખાય છે ત્યાં જવા માટે કાચો રસ્તો છે. જે સફેદ રણ ની વચ્ચે થી ૫ કિલોમીટર ના અંતર કાપ્યા પછી ડૂંગર નું ચઢાણ આવે છે અને ત્યારબાદ છેક મંદિર ના બહાર ના ગેટ સુધી વાહન પહોચી જાય છે.
સફેદ રણની માફક અહીં પણ સૂર્યાસ્ત કે સુર્યોદયનો અદભૂત નજારો દેખાય છે. રણમા અને આ બેટ મા ઘુડખર જોવા મળે છે આ બેટ મા આવેલા તળાવ મા ઘુડખર પાણી પીવા માટે આવે છે. આ વિસ્તાર સાવ નિર્જન છે, જ્યારે કોઈ ને એકાંત જોઈતું હોય ત્યારે ત્યારે ગાંગતાની સફર કરવી જોઈએ.હવે તો ફરવા માટે પણ ત્યાં જી શક્ય છે ચારેબાજુ નીરવ શાંતિ જોવા મળે છે દુનિયા થી દુર જતા રહ્યા હોઈએ એવો ભાસ થાય છે એવી અલૌકીક શાંતિ જોવા મળે છે!ગાગતાબેટ જતા વચ્ચે રણ મા આપણ ને ખાડા દેખાય અને તેમાં પાણી ભરેલું દેખાય છે જે પાણી પીળું અને લાલ જેવું દેખાય છે જે બ્રોમીન છે!
ગાગતા બેટ માટે રાજ્ય સરકારે મોડકાબેટ થી ગાંગતાબેટ (લંબાઈ ૫ કિ.મી) અંદાજીત રકમ ૨૧૫ લાખ મા પાકો રસ્તો મંજૂર કર્યો છે એટલે હવે લોકો ચોમાસા મા પણ આ જગ્યા એ જઈ શકાશે અને ચોમાસા મા આ બેટ નો અદભુત નજારો હોય છે આપણ ને હવે માથેરાન કે કચંનજંઘા કે કાશ્મીર જવા ની જરૂર નહિ પડે એવી અદભુત જગ્યા ગાંગતા બેટ મા લોકો ને મજા આવશે અને બેટ નો વિકાસ થશે લોકો માતાજી ના દર્શન કરવા માટે પણ બારેમાસ આવી શકશે અને આ બેટ નું ધાર્મિક સ્થાન ની સાથે સાથે પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ થશે કચ્છનો અબોટ પ્રદેશ એટલે ગાંગતા બેટ કહી શકાય છે!
સફેદ રણ લખપતથી છેક બેલા સુધી ફેલાયેલું છે. કચ્છમાં હજુ એવાં કેટલાંય વિસ્તારો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એવો જ એક વિસ્તાર છે ગાંગતાબેટ.મંદિર ના પાછળ ના ભાગ માં બહારવટિયા ની દીવાલ અને કોઠો આવેલ છે. જે કિલ્લો છે પણ લોકો તેને બહારવટિયા ની દીવાલ અને કોઠો કહે છે! એવી હોય કે અહીંયા છેલ્લે બહારવટિયા રહેતા હોય કારણ કે વાગડ વિસ્તાર માં સિંધ બાજુ થી બહારવટિયા બહુજ આવતા હતા એવું "the memorial of Kutch" બુક્સ મા લખેલ છે! એટલે એ બધાજ બહારવટિયા આવી નિર્જન જગ્યા મા રહેતા હતા અને તેમનો લૂંટ નો જે પણ કંઈ સામાન હોય તે આવા અહીંયા કોઠા મા સતાડતા હશે અને અહીંયા રહેતા હશે આ જગ્યા આમ પણ સેફ છે. ચારેબાજુ થી કોઈ અહીંયા આવતું હોય તો દૂર ૫ કિલોમીટર થી નજર થી જોઈ શકાય છે!
ગાંગતાબેટ માં વહેલી સવારે ચિંકારા, મોર, નીલગાય, ઘૂડખર જેવાં વન્ય જીવો જોવા મળે છે. એકાંતપ્રિય અને શાંતિ પ્રિય વ્યક્તિઓ માટે ઉત્તમ જગ્યા છે. વીસ માઈલનો ઘેરાવો ધરાવતો આ બેટ મોટા ટેકરા જેવો ભાસે છે. આ બેટ પર પ્રવાસન વિભાગની અમિદષ્ટિ થાય તો આ નિર્જન વિસ્તાર ધમધમી ઉઠે તેમ છે. વળી આ વિસ્તારના લોકોને રોજી મળી શકે છે! ગાંગતા બેટ ની પાછળ ની બાજુ હનુમાન બેટ આવેલો છે જ્યાં પણ રણેશ્વર હનુમાન બિરાજે છે અને આજુબાજુ મા ગોરો બેટ અને નાના મોટા અનેક બેટ આવેલા છે!ગાંગતા બેટ વિશે વાત કરતાં મુરુભા જાડેજા જેઓ રામસિંહજી રાઠોડ જોડે ફોરેસ્ટ વિભાગ મા નોકરી હતી રામસિંહજી રાઠોડ કચ્છ ના મહાન લેખક હતા તેમની જોડે મુરુભા જાડેજા નોકરી ફોરેસ્ટ વિભાગ મા કરતા હતા તેઓ વાગડ વિસ્તાર માં હતા આજ થી ૫૦ વર્ષ પહેલાં નોકરી કરતા હતા ત્યારે તેમણે ગાંગતા બેટ વિશે એક વાત ડો ભૂડીયા સાહેબ ને કહી હતી તેમણે કહ્યું કે હું એક વખત રવ થી ખડીર બેટ મા જવા માટે પેલા રવ થી ઘોડો લઈ ને ખડીર બેટ મા સીધા રણ માર્ગે જતા હતા!ફોરેસ્ટ વિભાગ મા નોકરી હતી તો હું ઘોડો લઈ ને નીકળ્યો અને જેવો ગાંગતા બેટ પાસે પહોંચ્યો ત્યારે મારા ઘોડા ની આસપાસ એક ઊંટ ચક્કર મારવા માંડ્યું હતું જેથી મે ઘોડો દોડાવી ને ગાંગતા બેટ મા આવેલા રવેચી માતાજી ની દેરી મા અંદર જતા રહ્યો બહાર ઘોડા ને સુટો મૂકી ને અને થોડી વાર પછી બહાર આવ્યો અને જોયું તો થોડે એક બળદ ગાડા વારો ભાઈ જોયો અને મે ઘોડો લઈ ને પાછો રણ માર્ગે ખડીર જવા નીકળ્યો હતો આવો તેમણે આજ થી પચાસ વર્ષ પહેલાં અનુભવ થયો હતો!
રવ માતાજી ના મંદિર ના પટાંગણ માં પડેલા અવશેષ પ્રાચીનતા ની સાક્ષી પુરે છે, ત્યાં થી મળેલો શિલાલેખ 1328 વિક્રમ સંવંત નો પાટણપતિ રાજા અર્જુન દેવ નો છે, જે લેખ નુ વાંચન Shri Krishan Jugnu જી દ્વારા કરી આપેલું છે, ગાગતા બેટ માટે તનતોડ મહેનત કરી ગાંગતા ધામ માં ચારે બાજુ દીવાલ ,ઉતારા ભવન , પીવાના પાણી નો ટાંકો રવ ગામ ના સેવાભાવીઓ આ કામ માં પૂરો સહયોગ આપી રહ્યા છે કેટલાય યુવાનો સેવા ધર્મ બજાવી રહ્યા છે.અહીંયા આજુબાજુ ના ગામ માં કેટલાય યુવાનો ગાયો ચરાવવા માટે અમુક મહિના ની માનતા લે છે કે માતાજી ની ગાયો ચારિશ અને ચારે છે અહીંયા માતાજી ની ગાયો ના દૂધ ને વહેચી શકાતું નથી અહીંયા જ ભોજનાલય મા વપરાય છે અને બાકી નું ગાયો ના વાછરડા ને ધવડાવી દેવા મા આવે છે અહીંયા શિયાળ મા આજુબાજુ મા પવન વાતો નથી માતાજી નો કોલ આપેલો છે જ્યારે નોઘા ભોપા ના સમય માં ઠંડી ના લીધે ગાયો ઠરતી હતી ત્યારે માતાજી એ કહ્યું હતું કે જાઓ અહીંયા ના આસપાસ ના ગામો મા સાંજ થઈ જાય પછી ક્યારેય પવન નહિ વાય અને જે આજે પણ શિયાળ મા પવન નથી વાતો આવા અનેક માતાજી ના પરચા છે!

✍️ *મહાદેવ બારડ વાગડ કચ્છ*

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )