પોરબંદર નજીક આવેલ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ
રાણપર બરડા ડુંગરની ઓથમાં વસેલું ગામ છે. ડુંગરની પશ્ચિમ બાજુ આવેલું છે. પોરબંદરથી ૩૫ અને રાણાવાવથી ૨૫ કિ મી દૂર છે. નવા સીમાંકનમાં એનો તાલુકો અને જિલ્લો બન્ને બદલાય ગયા છે. પહેલાં એ પોરબંદર જિલ્લામાં હતું હવે એનો સમાવેશ ભાણવડ તાલુકા અને દ્રારકા જિલ્લામાં થયો છે. પરંતુ જુની ઓળખ આજે પણ જળવાઈ રહી છે.સૌરાષ્ટ્રમાં ગીરનાર ડુંગર પછી બરડો ડુંગર પોતાનો આગવો ઐતિહાસિક વારસો ધરાવે છે.બરડો ડુંગર ૨૫ માઈલના વિસ્તારમાં પથરાયેલો છે.વેણુ નામનું શિખર સૌથી ઊંચુ છે.કાનમેરો, હડિયા,દંતાર, ભતવારી, ખંભાળા, કોકશિયો અને આભપરાના પ્રખ્યાત શિખરો ધરાવતા બરડા ડુંગરમાં દ્યુમલી નામની ઐતિહાસિક નગરી હતી.દ્યુમલી જેઠવા રાજપુતોની રાજધાની હતી.આઝાદી સમયે દ્યુમલી જામનગરના જાડેજાઓના તાબામાં હતી.જેઠવા અને જાડેજાની રાજધાની રહી ચૂકેલી દ્યુમલીમાં ૧૨મી સદીનું સોલંકી યુગના કલા સ્થાપત્યનો નવલખા મંદિર પણ છે.છતા સોલંકી રાજાઓ વિશે દ્યૂમલીના સંદર્ભે કોઈ માહિતી જોવા મળતી નથી. આ મંદિર બે માળનો મંડપ ધરાવે છે. નવલખો મંદિર સ્થાપત્યનો ઉત્ત્।મ વારસો છે. અંહી ભૃગુરુર્ષિનો આશ્રમ પણ છે.અનેક કથાઓ ધરાવતા બરડાની ઉત્ત્।રમાં આભપરા શિખરની ગોદમાં રાણપર આવેલું છે. અંહી મુખ્ય વસ્તી બ્રાહ્મણ અને દલિતોની છે. બાકી થોડા ઘર રબારી, સથવારા અને મુસ્લિમના છે. ખેતી અને છૂટક મજૂરી વ્યવસાય છે.
જેઠવાઓ દ્યુમલી હારી ગયા પછી રાણપરને રાજધાની બનાવી હતી. એક વખતની રાજધાની રહી ચૂકેલા રાણપરમાં આજે હાઈસ્કૂલ પણ નથી.દ્યુમલીમાંથી ઈ.સ પૂર્વેની બોધ્ધ વિહારની ઈંટો પ્રાપ્ત થયેલી.બૌધ્ધ ધર્મની ઈંટોથી આ વિસ્તારનો ઐતિહાસિક સમય શરું થાય છે.રાણપર અને પાસ્તર ગામમાં થયેલાં ખોદકામમાંથી મળેલા પંચ માર્કના સિકકાઓ ઈ.સ પૂર્વે ચોથી થી પાંચમી સદીનો સમય બતાવે છે.ઈ.સ પૂર્વેેના બૌધ્ધ વિહારો જે કંડવારીજુરમાં ભૃગુકુંડ પાસે આવેલા છે.ઈ.સ ની ચોથી, પાંચમી સદીમાં બનેલી બૌધ્ધ ગુફાઓ મોખાણા પાસે જાનુજરમાં આવેલ છે.એટલે કે દ્યુમલી અને રાણપુરની આસપાસ બરડા ડુંગર પર અનેક બૌધ્ધ વિહારોઙ્ગ હતાં. સાણા વાંકિયા, તળાજા,વલ્લભી,સોમનાથ પાટણ, ખંભાલીડા, ઢાંકની જેમઙ્ગ રાણપર પણ બૌધ્ધ ધર્મનુ મહત્વનું કેન્દ્ર રહ્યું હોવું જોઈએ.હાલ બરડા ડુંગરમાં અનેક ગુફાઓ આવેલી છે. જે આજે કોઈ સાધુનું કે જંગલી જાનવરનું આશ્રય સ્થાન બનેલ છે.
રાણપરમા ઈ.સ ચોથી સદીની બૌધ્ધ ગુફાઓ છે.અનેક બૌધ્ધ ગુફાઓ ધરાવતા રાણપુરમાં હાલ માત્ર ચાર ગુફાઓ બચી છે.એક માહિતી પ્રમાણે પહેલાં એક ગુફામાં સૂતેલા બુૃધ્ધની મૂર્તિ હતી.જેનો પથ્થરની ખાણોના ખોદકામમાં નાશ કરવામાં આવ્યો છે. અમરદળના સમાજસેવી ચંદ્રેશભાઇ ડોડિયા રાણાવાવથી અમારી સાથે જોડાયા. સૌરાષ્ટ્રમાં આવેલી બૌધ્ધ ગુફાઓની શ્રેણીને પસંદ કરતાં લલિત સાદિયા શકયા નહી પરંતુ મોબાઈલ પર સતત સંપર્કમાં રહી બૌધ્ધ પ્રવાસને સફળ બનાવ્યો. રાણપરમાં આભપરા ડુંગરની ઓથમાં ધીંગેશ્વર મહાદેવની વિશાળ જગ્યા છે.આ ધીંગેશ્વર એજ પ્રખ્યાત રાણપરનો બૌધ્ધ સ્તુપ છે. હાલ સાણા વાંકિયા અને રાણપુરમાં બે જ સ્થળે બૌધ્ધ સ્તુપો જોવા મળે છે. તળાજામાં એક ગુફામાં જે મંદિરના પગથિયા પાસે છે તેમાં અડધા પડધા તૂટેલ હાલતમાં બૌદ્ઘ સ્તૂપના અવશેષ છે. એક ગીર જંગલમાં હડમતીયા ગામમાં બનેસિંગ ઝાલાના પોતાના જંગલમાં છે. બોસન અને રામપરા ગામના બૌદ્ઘ સ્તૂપોના અવશેષ માત્ર રહ્યા છે.
ધીંગેશ્વરમાં આવેલી પહેલી ગુફાનું પ્રવેશ દ્રાર કાંટાળા ઝાળી ઝાંખરાથી બૂરી દીધેલ છે. જે અંદર બે ચોરસ સ્તંભ છે. ગુફાની લંબાઈ ૨૨ ફૂટ , પહોળાઈ ૧૬ ફૂટ અને ઊંચાઈ ૬ ફૂટ છે. ગુફાની બહાર પ્રવેશ દ્રાર પર બે ચોરસ પીલર છે.આ ગુફા જગ્યાની જમણી બાજુ છે. આમ તો આ ગુફાઓ એક સમયે નાની ટેકરીની ભેખડમાં હશે એમ લાગે છે. કારણ કે ગામથી ડુંગર તરફ જતાં ટેકરા જેવું ચઢાણ આવે છે. બીજી ગુફામાં આવેલા બૌધ્ધ સ્તુપને ધીંગેશ્વર શિવ લીંગમાં પરિવર્તીત કરેલ છે. સરકારના પુરાતત્વ વિભાગે પણ બોર્ડ લગાવી પુષ્ટી આ બૌદ્ઘ સ્તુપ ધીંગેશ્વર શિવ લીંગ છે. બાકી ગુજરાત પ્રાચીન સ્મારકો અને પુરાતત્વના સ્થળો અને અવશેષોના કાયદા અંતર્ગત રક્ષિત છે. સૌરાષ્ટ્રમાં આવેલી બૌદ્ઘ ગુફાઓ જાળવણી ના અભાવે મૃતપાય અવસ્થામાં છે.
અમે પહોંચ્યા ત્યારે અષ ગુફાની અંદર બૌધ્ધ સ્તુપ છે. ગુફાના તળિયામા ભરતી કરી છે.સ્તુપને આગળથી કાળો કલર કરેલ છે. સ્તુપના નીચેના ગોળ ભાગે આગળ પીળા રંગથી ઓમ દોરેલ છે. ઊપરના ગોળાકાર ભાગના આગળના ભાગે કપાળમાં જેમ સાધુઓ પીળા કે લાલ રંગના ત્રણ આડા લીટા કરે છે તેવા પીળા લીટા કરેલ છે. નીચે તળિયામાં સિમેન્ટથી થાળુ કરેલ છે.આ ગુફા ૧૬*૧૧ની છે. બહારની ઓસરી ૯*૫ છે. અંદરના ભાગે બે ચોરસ સ્તંભ છે.ગુફામાં બે અષ્ટશિલ્પ હોવાની નિશાનીઓ છે.ઓસરીની દીવાલમાં કંડારેલી બુધ્ધની મૂર્તિઓ ખંડિત કરેલ છે.ગુફાની અંદર દિવાના ગોખ છે.પ્રવેશ દ્રાર પર બન્ને બાજુ મોટા ગોખ છે.પ્રવેશ દ્રાર ૩.૫ ફૂટનુ છે. ઓસરી પહેલાં ખુલ્લું ફળિયા જેવું છે જે ઊપરથી ખુલ્લું છે.
આ ગુફામાં જીવણ ભગત નામે સંત ભજન કરતાં હતાં જે આ ગુફામાં રહેતાં હતાં. જીવણ ભગતના વારસદાર આલાભાઈ સાદિયા ગુફાનુ જતન કરે છે.જીવણ ભગત મૌન વ્રત પાળતા હતાં એમના નામે અનેક ચમત્કારો અંહી બોલે છેં.બે સાપ આ ગુફાની આસપાસ જીવણ ભગત સાથે રહેતાં હતાં.તે ગુફાની દેખ રેખ રાખતાં હતાં. પીવાની ચા માં નિમક નાખતા છતાં ચા મીઠી બનતી. વગેરે બનાવોની ગણતરી ચમત્કારોમાં થતી હતી. સુરત અને છેક કરાંચી સુધી જઈ આવ્યા હતાં.૫૫ વરસ પહેલાં ગુજરી ગયાં.આ ગુફાની લંબાઈ ૧૬ ફૂટ ,પહોળાઈ ૯ ફૂટ અને ઊંચાઈ ૫.૫૦ ફૂટ છે.અંહી ચોથી ગુફા બુરી દીધેલ છે. માત્ર દ્વારનો ખાચો દેખાય છે . પાંચમી ગુફા બાજુમાં ભાગે છે. ખૂબ ઊંડી છે.અંદર છીપા નામના પક્ષીઓનું રહેઠાણ છે.એની ચરકથી ગુફામાંથી તીવ્ર બદબુ આવતી હતી. ગુફાના ખંડિત પ્રવેશ દ્વાર પર વિષ્ટાના ઢગલાં પડ્યા હતાં. કાટવાણા ગામની બાજુમાં બહારવટિયા નાથા મોઢવાડિયાનો પોલો પાણો જોવા લાયક છે. દ્યુમલી,અને બરડા ડુંગરના શિખર વેણું,કાનમારો,અને આભપરાની સાક્ષીએ મંદ જેઠવો અને ચારણીયાણી ઊજળી , હલામણ જેઠવો અને સોન કાઠીયાણી અને સોન કંસારી અને રખાવત બાબરીયાની પ્રેમકથાઓ પાથરતો માઈલો સુધી ફેલાયેલો બરડો ડુંગર માંગડાવાળો અને પદ્માવતીના પ્રેત પ્રેમને પણ સંદ્યરીને બેઠો છે.માંગડાવાળાનો ભૂતવડ ભાણવડમાં છે. બિલેશ્વર મંદિર બીલ નામની નદીના કાંઠે છે. કિલેશ્વર ફરવાનું સૌંદર્ય સ્થળ છે.
બરડા ડુંગરમાં રાણપર ગામે પાંડવો દ્વારા બનાવામાં ચમત્કારિક શિવલિંગ ; દર અમાસે શિવલિંગ એક ચોખાના કણ જેટલી વધે છે 👏👏🙏🚩
સહ સંકલનકાર : વિજયભાઈ રાણાવિયા
સંકલન અને તસ્વીરો
નીરવ ગઢિયા
Comments
Post a Comment