કામનાથ મહાદેવ રઢુ
ખેડા - ધોળકા રોડ પર આવેલ રઢુ ગામમાં કામનાથ મહાદેવ આવેલું છે. આ મંદિર વિશે ભૂતકાળમાં લખી ચૂક્યો છું. અહીં ચોખ્ખા ઘીના અનેક માટલા ભરેલા પડ્યા છે પણ ક્યાંય માખી, કીડી, મંકોડા કે અન્ય જીવાત જોવા મળતી નથી. ઘી વર્ષો જૂનું હોવા છતાં બગડતું પણ નથી... એ અહીંનો ચમત્કાર છે. શ્રાવણ મહિનામાં અનેક લોકો દર્શને આવે છે.
આ ગામ પૂજ્ય રવિશંકર મહારાજનું જન્મસ્થળ છે.
~JKSai
Comments
Post a Comment