મહાકાળી ટેકરી અને ગાયત્રી તીર્થ, વાંકાનેર
આદરણીય શ્રી અશ્વિનભાઈ રાવલ(વાંકાનેર) એ ૧૯૬૮ માં મહાકાળી ની ટેકરી પર આવતા યાત્રીઓની સેવા કરવાની શરૂઆત કરી.
પોતે સેવાનો જીવ તેથી લોક્ક્લાયણ માટે એક સંકુલ કરવાની અદમ્ય ઈચ્છા, તેને ૧૯૮૨ માં ૧૦૦૦૦ ચોરસ મીટર જમીન ટોકન દરે મળી, તે જમીન પર ૧૯૯૨ માં ગાયત્રી શક્તિપીઠ ની શરૂઆત કરી.
૧૯૯૩ માં ગૌશાળા ની શરૂઆત કરી હાલ ૧૦૦ ગાયો છે, ગાય નું દૂધ વેચતા નથી, તેઓએ ૧૦૦૦ વૃક્ષો વાવી મોટા કરી લીધા છે.
ફ્રી અતિથી પ્રશાદ યોજના, ફ્રી પ્રાથમિક શાળા, સ્લમ વિસ્તાર માં ૨ શિશુ મંદિરો ચલાવે છે.
મંદબુદ્ધી ના બાળકો ને દરરોજ સ્કુલે લાવવા લઇ જવા અને બોપોરે ભોજન આપી તેની બુદ્ધી નો વિકાસ થાય તેવા સાધનો દ્વારા રમાડે.
બહેનો ને સ્વનિર્ભર કરવા માટે સિલાઈ મશીન વિનામૂલ્યે આપે છે.
તેઓ વિવિધ જાત ની સેવાકીય પ્રવૃતિઓ કરે છે અને કોઈ પણ જાત ના ભેદભાવ વગર માનવ માત્ર ને સરખું માનપાન આપે છે.
સેવાભાવી અશ્વિનભાઈ રાવલ ને લાખ લાખ વંદન.
સાભાર
વી. ડી. બાલા
પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ
મો - ૯૪૨૭૫૬૩૮૯૮
Comments
Post a Comment