ઇકો ટુરિઝમ :- જુનારાજ, કરજણ ડેમ નર્મદા જિલ્લો

આપ સ્ટેચ્યુ ઑફ યુનિટી જતા હોવ.. તો નજીકમાં જ કૂદરતી સૌંદર્યની મોજ અપાવતું સ્થળ.. જુનારાજ કેમ્પ સાઇટ આવેલી છે.. જે સ્થાનીય રહેવાસીઓ તેમજ ફોરેસ્ટના સહયોગથી ચલાવવામાં આવે છે.  અહીં નદીની વચ્ચે ટાપુ સ્વરૂપે આ કેમ્પ સાઇટ આવેલી છે.. જ્યાં તમોને સ્થાનિક લોકો બોટ દ્વારા પહોંચાડે છે.. ત્યાં રહેવા જમવાની સગવડ મળી રહે છે.. એક અલગ જ અનુભૂતિ મેળવવા એક વખત મુલાકાત જરૂર લો.
















જુનરાજ કેમ્પસાઇટ કરજણ ડેમના પાણી વિસ્તારમાં, સતપુડા પર્વતમાળામાં સ્થિત છે. શૂલપાનેશ્વર વન્યજીવન અભયારણ્યની અંદર સ્થિત, “જુનરાજ” એક વખત રાજપીપળાની વહીવટી રાજધાની હતી.


જુનરાજ ઈકો ટૂરિઝમ સેન્ટર ઐતિહાસિક નિલકંઠેશ્વર મહાદેવ મંદિરની નજીક છે. તે આકાશદેવી અને દેવ છત્રની નજીક પણ છે, જે ગોહિલ વંશની જૂની રાજધાની હતી. 


આ સિવાય કરજણ ડેમ બેકવૉટરનું માંડણ ગામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 


ચોમાસાની શરૂઆત થતાની સાથે જ નર્મદા જિલ્લાની વનરાજી ખીલી ઉઠી છે. શહેરી વિસ્તારના લોકો ફરવા માટે નર્મદા જિલ્લાની અને તે પણ પ્રાકૃતિક સોંદર્ય માણવા વધુ પસંદ કરે છે.

શનિ-રવિની રજામાં પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ, માંડણ ગામના ગ્રામજનોએ પ્રવેશ ફી લેવાનું શરૂ કર્યું છે.


ચોમાસામાં નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્ય થી ભરપૂર બની જાય છે. અને નવા નવા પ્રવાસીઓ માટેના સ્થળો નિર્માણ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 40 કિમિ દૂર રાજપીપલા થી 12 કિલોમીટર આવેલ જંગલ વિસ્તાર અને કરજણ ડેમનું બેક વોટર જેના કિનારે માંડણ ગામ વસ્યું છે. જે હાલ ચોમાસાની સીઝન જામતા અને કોરોનામાં છૂટછાટ થતા પ્રવાસી ઓ માટે હોટ ફેવરિટ બનવા પામ્યું છે.


કરજણ નદી ના પાછળ ના ભાગે કુદરત ના ખોળે આવેલ આ ગામ એ સંપૂર્ણ આદિવાસી ગામ છે આ સ્થળે શનિ ને રવિવાર તો જાણે મેળો ભરાય તેટલી ભીડ જોવા મળે છે જ્યાં સ્થાનિકો લોકો દવરા નાની હોડી ઓ માં પ્રવાસી ઓ ને બેસાડી ને સેહલગાહ કરાવવામાં આવે છે. આસપાસ ડુંગરો લીલાછમ ને નદી ના આહલાદક નજારા ના પગલે આ સ્થળે લોકો ઉમટી રહ્યા છે.


નર્મદા જિલ્લામાં ફરવા આવનારા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મઝા સાથે આજુબાજુના અનેક પ્રવાસન સ્થળો જોઈ આનંદ અનુભવે છે. ત્યારે નાંદોદ તાલુકા ના માંડણ ગામ નો પણ જિલ્લા પ્રવાસન માં સમાવેશ કરી ને આ સ્થળ નો પણ પ્રવાસન સેત્રે વિકાસ થયા તેવી આ વિસ્તારની પ્રજાની લાગણી અને માંગણી છે જિલ્લા વહીવટી તંત્ર આ સ્થળે બોટિંગ વેવસ્થા ગોઠવીને આ સ્થળનો પ્રવાસન માટે વેગ આપે તો કેવડિયા આવતા પ્રવાસી માટે નવા અને નજીક પ્રવાસન નો પોઈન્ટ બની શેકે એમ છે આ સ્થળે પ્રવાસી ઓ સનસેટ પોઈન્ટ ની મજા માણી રહ્યા છે.

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )