ગ્રામ યાત્રા એગ્રો ટૂરિઝમ કેમ્પસાઈટ
આપ શ્રી ને જણાવતા આનંદ થાય છે કે અમારા દ્વારા એક અનોખું ટુરીઝમ પ્લેસ વિકસાવવામાં આવ્યું છે. જ્યાં અમે તમને સવારથી શરૂ કરીને સાંજ સુધી એટલે કે ફુલ ડે એગ્રો ટૂરિઝમ એક્ટિવિટી અને સાથે રૂરલ કલ્ચરલ એક્ટિવિટી અને પ્યોર ગામડાનું food ઓફર કરીએ છીએ.
આ ટૂરિઝમ પ્લેસ ઉપર અમે તમને સવાર અને સાંજના બે નાસ્તા , ચા અને બપોરે ચૂલા ઉપર બનાવેલું કાઠીયાવાડી ભોજન જમાડીએ છીએ. સાથે સાથે તમને lots of એક્ટિવિટી અમારો tour guide સાથે રહીને કરાવશે. ઉદાહરણ તરીકે બળદગાડા ની સવારી, ફાર્મ tour. અમારી સાઇટ ઉપર તમને રૂરલ એક્ટિવિટીઝ જેવી કે ઘંટલો, રવૈયો ,ખાંડણીયા વગેરે કરવા મળશે. અમારી પાસે એડવેન્ચર અને ફન ઝોનમાં જુલતો પુલ અને ટાયર ફ્રેમ છે.
આ ઉપરાંત 750 ચંદનના ઝાડ વાળી ચંદન વાડી માં અમે રિલેક્સેશન ઝોન બનાવેલો છે જ્યાં તમે ચંદનની શીતળતા વચ્ચે આરામથી બેસીને તમારો થાક ઉતારી શકો છો અને તમારામાં એક નવી ઊર્જા મેળવી શકો છો. બપોર પછીના સેશનમાં અમારી પાસે ૧૫થી ૨૦ જેટલી ગામડાની જૂનીપુરાણી રમતો છે.
જૂની રમતો થી શરૂ કરીને નવી રમતો સુધીની રમવાની સુવિધા છે. દાખલા તરીકે લખોટી, ભમરડો, સોગઠાબાજી ,આંધળો પાટો, નારગેલ, ત્રિપગી દોડ ,કોથળા દોડ, રસ્સાખેચ, તિરંદાજી ,કેરમ ,હોલીબોલ, ફુલરેકેટ વગેરે. એક મિત્ર તરીકે હું તમને અમારી ટીમ વતી એક વખત ટુર, પિકનિક ,પાર્ટી કે ફોટોશૂટ માટે આવવાનું હાર્દિક આમંત્રણ પાઠવું છું સાથે સાથે એ વાતની ગેરન્ટી આપું છું કે અમે તમને નિરાશ નહીં કરીએ બસ અમારા ઉપર વિશ્વાસ રાખીને એક વખત અમારી મુલાકાત લો . સહકાર અને મદદ ની અપેક્ષા સહ. ...
Gram Yaatra Location
At - Sodvadara , Via - Fariyadka Sidsar - Vartej, Road, Bhavnagar, Gujarat 364060
https://maps.app.goo.gl/97PaEooUNaAKxqTS9
At- sodvadara, Near Vartej, Bhavnagar..
For Bookings/Inquiry
9998150707
8866250303
Comments
Post a Comment