સાપુતારા :- તેજસ્વિની ધામ
તેજસ્વિની ધામ -સંસ્કૃતિ, પ્રકૃતિ અને પૂજ્ય હેતલ દીદીનું સ્નેહાળ સાનિધ્ય....
સાપુતારા પહેલા લગભગ 16 કિલોમીટર તેજસ્વી ધામ નું બોર્ડ સુરત થી જતા ડાબી બાજુ આવે.. લગભગ નાની સડક અને મોટા ડુંગરો ની 5 કિલોમીટર ની યાત્રા પુરી થાય એટલે વસુરણા ગામ ને અડી ને આવેલો આ આશ્રમ એટલે તેજસ્વિની ધામ..
જો તમારે પ્રકૃતિ અને સંસ્કૃતિ નો સમન્વય જોવો હોઈ તો સહપરિવાર આ આશ્રમ ની મુલાકાત જરૂર લો... આશ્રમ ની બરાબર સામે ની ટેકરી એટલે sunset point.. અદભુત દ્રશ્ય.. સાપુતારા ના sunset point કરતા પણ વધુ સુંદર આ ટેકરી... ડાંગ ના ખેતર અને ખેતી ની સાથે થોડા દિવસ વિતાવવા માટેઅને આદિવાસી જીવન માં ડોકિયું કરવા નો ઉત્તમ અવસર અહીં મળશે..
અહીં હેતલ દીદી ના શિવોહમ સૂત્ર માં અને લાવણ્ય માં તમે જરૂર ભીંજાશો... અહીં લગભગ 250 ખાટલા અને કુટિર માં એક સાથે અનેક લોકો રોકાઈ શકે એવી વ્યવસ્થા પણ છે.. સાથે સરસ અને સાત્વિક ભોજન તો ખરુજ.. આ જગ્યા ડુંગર ની ટોચ પર છે એટલે હજુ આશ્રમ માં પાણી ટેન્કર વાટે નીચે થી લાવવું પડે છે પણ છતાં તેનો ઉકેલ બહુ જલદી આવી જશે..
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સહ્યાદ્રિની ગોદમા વસેલા ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત 'તેજસ્વિની સંસ્ક્રુતિ ધામ' ખાતે સંસ્કૃતિ, પ્રકૃતિ, અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ રચાયો હતો.
ઉલ્લેખનીય છે કે, અહીં રચાયેલા સવા લાખ રુદ્રાક્ષના ૧૭ ફૂટ ઊંચા શિવલિંગ ને 'ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ' મા સ્થાન મળ્યુ છે.
આ વર્ષ ના છેલ્લા શનિવાર અને રવિવારે હું મિત્રો સાથે ડાંગ ના આ આશ્રમ ની મુલાકાત હતો.. ખુબ મજા આવી.. તમે પણ જવા માંગો છો તો નીચે પૂજ્ય હેતલ દીદી નો કોન્ટેક્ટ નંબર અને સુરત થી આશ્રમ સાથે સંકળાયેલ શ્રી પિયુષભાઇ ધાનાણી નો નંબર લખુ છું..
પૂજ્ય હેતલ દીદી
પિયુષ ભાઈ 093740 55302
આભાર સહ
Comments
Post a Comment