કચ્છ :- કડીયાધ્રો
કચ્છના નખત્રાણા તાલુકાના પાવરપટી વિસ્તારમાં મેડીસર ગામ પાસે આવેલ છે, આ પ્રખ્યાત કડીયાધ્રો સ્થળ.
ક્ચ્છના "કડીયાધ્રો" સ્થળને ધ ન્યૂયોક ટાઈમ્સ -૨૦૨૧ ની યાદીમાં વિશ્વની 52 ફરવાલાયક સ્થળો પૈકી ત્રીજા નંબરે સ્થાન મળ્યું છે.
કુદરતી પહાડોની ઉભી કોતરો ના રસ્તાઓ વચ્ચે થી પસાર થઈ "કડીયા ધ્રો" પહોંચાય છે.ત્યાંની કુદરતી નકસીકામ જોઈ લોકો અદભુત અનુભવ જોવા મળે છે. કચ્છભરમાં આવતા પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચોક્કસથી બોલી ઉઠશે કે "ક્ચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા"
ભુજના વિશ્વપ્રવાસી યુવાન વરુણ સચદે દ્વારા કંડારેલી "કડીયાધ્રો" ની ફોટો અંકિત કરવામાં આવી હતી. ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા વર્ષ ૨૦૨૧ માટે વિશ્વના ફરવાલાયક સ્થળો માટેની યાદી માટે 2 હજાર એન્ટ્રીઓ આવેલી જેમા વિશ્વભરના ફોટોગ્રાફર તેમજ પ્રવાસીઓની એન્ટ્રી ને પાછળ છોડી કચ્છના "કડીયા ધ્રો" સ્થળની પસંદગી ધ ન્યૂયોક ટાઈમ્સના એડિટર એમિલી પામર દ્વારા વરુણ સચદેનું કલાકો ના ઇન્ટરવ્યૂ બાદ કરવામાં આવ્યો હતો.
વિડીઓની લિંક માટે ક્લિક કરો :- કડીયાધ્રો
Comments
Post a Comment