રેલવે મુસાફરી :- ટીકીટ બુકીંગ
ભારતીય રેલ્વે તેના ગંતવ્ય સ્ટેશનથી ટ્રેનના મૂળ સ્ટેશન વચ્ચે અનેક પ્રકારની વેઇટિંગ ટિકિટો જારી કરે છે. તેમાં GNWL, RLWL, PQWL, RLGN, RSWL જેવી વિવિધ પ્રકારની વેઇટિંગ ટિકિટનો સમાવેશ થાય છે. આ તમામ વેઇટિંગ ટિકિટોના અર્થ અલગ-અલગ છે અને તેમની કન્ફર્મ થવાની શક્યતાઓ પણ આનાથી નક્કી થાય છે.
👉 GNWL ટિકિટ :-
GNWL એટલે જનરલ વેઇટિંગ લિસ્ટ અથવા સામાન્ય પ્રતીક્ષા સૂચિ. આ વેઇટિંગ ટિકિટ તે સમયે આપવામાં આવે છે જ્યારે તમે ટ્રેનના મૂળ સ્ટેશનથી મુસાફરી શરૂ કરો છો. ઉદાહરણ તરીકે, જો કોઈ ટ્રેન સુરતથી શરૂ થાય છે અને દિલ્હી આવે છે, તો સુરતથી ટિકિટ લીધા પછી તમને સામાન્ય વેઇટિંગ લિસ્ટ મળશે. જો તમે એજ ટ્રેનમાં વચ્ચે વડોદરાથી ટિકિટ લો છો તો તમને સામાન્ય વેઈટિંગ નહીં મળે. આ સૌથી સામાન્ય પ્રતીક્ષા સૂચિ છે અને આ પ્રતીક્ષા સૂચિમાં પુષ્ટિ થવાની સંભાવના મહત્તમ છે. કારણ કે જ્યાંથી ટ્રેન શરૂ થાય છે, તેમાં વધુ બર્થ મળે છે અને ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ પણ વધી જાય છે. તેથી જ્યારે પણ તમે આ રીતે ટિકિટ લો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તમારે સામાન્ય વેઇટિંગ ટિકિટ લેવી જોઈએ કે અન્ય કોઈ ટિકિટ લેવી જોઈએ.
👉 RLWL ટિકિટ :-
RLWL એટલે રિમોટ લોકેશન વેઇટિંગ લિસ્ટ. આ વેઇટિંગ લિસ્ટ ટ્રેનના પ્રારંભ અને ગંતવ્ય સ્ટેશન વચ્ચેના સ્ટેશનો પરથી જારી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ સુરતથી દિલ્હી ટ્રેનમાં વડોદરાથી ટિકિટ લે છે, તો તેને RLWL વેઇટિંગ ટિકિટ મળશે. અલગ રીતે સમજાવું તો સુરતથી દિલ્હી સુધીના જેટલા સ્ટેશનો ઉપર ટ્રેનનું સ્ટોપેજ હશે ત્યાંથી RLWL ટિકિટ મળશે. GNWLની સરખામણીમાં RLWL વેઇટિંગ લિસ્ટમાં ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા ઓછી છે કારણ કે તેના માટે કોઈ ક્વોટા નથી. હા, જ્યારે ઉપરોક્ત સ્ટેશનો વચ્ચે કન્ફર્મ ટિકિટો રદ કરવામાં આવે ત્યારે તે કન્ફર્મ થતી હોય છે.
👉 PQWL ટિકિટ :-
PQWL એટલે પૂલ્ડ ક્વોટા વેઇટિંગ લિસ્ટ. આ ટિકિટ ટ્રેન રૂટની વચ્ચેના નાના સ્ટેશનો પરથી વેઇટિંગ ટિકિટ લેવા પર ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, જો તમે પોરબંદરથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં નડિયાદથી વાપી સુધીની ટિકિટ લો છો, તો તમને ત્યાં PQWL વેઇટિંગ લિસ્ટ મળી શકે છે. એટલે કે, PQWL ફક્ત તે મુસાફરો માટે ઉપલબ્ધ છે જેઓ ટ્રેનના પ્રારંભિક અને અંતિમ ગંતવ્ય સ્ટેશનો વચ્ચેના કોઈપણ સ્ટેશનો વચ્ચે મુસાફરી કરે છે. આ વેઇટિંગ ટિકિટ પણ કન્ફર્મ થવાની શક્યતા ઘણી ઓછી છે.
👉 TQWL ટિકિટ :-
TQWL એટલે તત્કાલ ક્વોટા વેઇટિંગ લિસ્ટ. જ્યારે તમે તત્કાલ ટિકિટ બુક કરો છો અને તમને કન્ફર્મ ટિકિટ મળતી નથી, તો રેલવે આ પ્રકારની વેઇટિંગ ટિકિટ જારી કરે છે. તેની પુષ્ટિ થવાની શક્યતા ઘણી ઓછી છે. કારણ કે આ માટે રેલવે પાસે કોઈ ક્વોટા નથી. આ TQWL વેઇટલિસ્ટ ટિકિટ માત્ર કન્ફર્મ તત્કાલ ટિકિટ કેન્સલ કરાવાના બદલે કન્ફર્મ થાય છે.
રેલવે મુખ્યત્વે આ ચાર પ્રકારની વેઇટિંગ ટિકિટ ઉપરાંત RLGN, RSWL, RQWL વેઇટિંગ ટિકિટ પણ બહાર પાડે છે. પરંતુ આવી ટિકિટો દુર્લભ છે અને તેનો બહુ અર્થ નથી.
Source : @Reetesh Marfatia
Comments
Post a Comment