વવાણીયા

  આજરોજ વવાણિયા જવાનો યોગ સાંપડ્યો

.................... ................

(હમસફર હતા અતુલજી..

આ મુલાકાતની પ્રેરણા આપનાર બનેવી સાહેબ અતુલજી માટે સાધુવાદ )

....................................

પૂરક માહિતી માટે ભરતસિંહ (કુળદેવી પાન), ઘનશ્યામભાઈ ડાંગર અને જેઓ તમામ સ્થળે સાથે રહીને માહિતી આપનાર કુલદીપસિંહ માટે ધન્યવાદની લાગણી

...................

1. શ્રીમદ્દ રાજચંદ્રનું જન્મસ્થળ (જૂની નવી બન્ને જગ્યા)

2. નિમ કરોલી બાબાની આધ્યાત્મિક પ્રગતિ માટે અનુસંધાનીક હનુમાનજી મંદિર અને સાધના સ્થળ

3. દિન દુઃખી અને અનાથના બેલી માં રામબાઈની કર્મભૂમિ

4. ગામને મુસીબતો માંથી સતત ઉગારનાર શ્રી કુબેર ભંડારીનું મંદિર


....3.5 કલાકના સમયમાં કદાચ હજુ ઘણું ચુકાય ગયું હોય શકે ,

પણ આ ગામની મુલાકાત લેનાર આદ્યત્મિકતાની સંવેદના ચોક્કસ અનુભવ્યા વગર રહી ન શકીએ

..............  

..................................

વવાણીયા વિશે નીચેનું તમામ લખાણ ઘનશ્યામભાઈ ડાંગરનું છે (આવી ઘણી ઉત્તમ માહિતી એમના ફેસબુક પરથી મળી જશે)

 Ghanshyam Dangar 

.ધન્યવાદ

👇👇👇👇👇👇👇

વવાણીયા - ચેતનાની ત્રિવેણી ( શ્રીમદ્ રાજચંદ્ર , મા રામબાઇ અને એપલ / ફેઇસ બુક નાં સ્થાપકો ના ગુરૂ નિમકરોલી બાબાની આરંભિક તપસ્થલી ) 

(A) મુખડુ "એપલ / ફેઇસ બુક નાં ગુરૂ"   વાંચીને કાઈ અચંબો થયો કે શું ?

તો આજે વવાણીયા સાથે જોડાયેલી થોડી ઓછી જાણીતી છતાં ખુબ મહત્વની વાતો .

(B)  આપણાં મોરબી પ્રાંતનુ ગામ વવાણીયા (નવલખી બંદર પાસે )  જૈન મુનીવર શ્રીમદ્ રાજચંદ્ર  ની જન્મભુમી  અને  અનાથોનાં આધાર મા રામબાઇ   ની કર્મભુમી તો છે જ એ  વિશે આપ જાણો  જ   છો  . એટલે એ વાતને મુકીને ત્રીજી ધારા / ચેતનાની વાત કરીએ. ..

(C) વાત ઉંધેથી માંડવી પડશે . થોડા સમય પહેલાં વર્ષ ૨૦૧૫ માં આપણાં વડાપ્રધાનશ્રી એ વિદેશ યાત્રા / મુલાકાત દરમ્યાન ફેઇસબુકનાં સંસ્થાપક સાથે કરેલી  મુલાકાતમાં ઝુકરબર્ગભાઈ એ તેમનુ  ભારત સંધાણ યાદ કરતાં કહ્યુ હતૂ કે મે મારા ગુરૂ સ્વ. સ્ટીવ જોબ્સની સલાહથી આપનાં એક આધ્યાત્મિક ઉર્જા કેન્દ્રની ફળદાઇ મુલાકાત કરેલી .એ સ્થળ અને એ મુલાકાત એટલે આપણુ ઉતરાખંડ માં આવેલુ હનુમાન ચેતનાંનુ  સ્થાન કૈચીધામ .

(D) કૈચીધામ(  ઉતરાખંડ ) એટલે વિશ્વભરને પોતાની ચેતનાનાં વ્યાપક સંપર્શથી આકર્ષિત કરનાર હનુમાન ચેતનાનાં સંવાહક મહાપુરૂષ " નીમકરોલી બાબા" નુ અધ્યાતમ માર્ગદર્શન કેન્દ્ર.(આમનાં આશ્રમો વિશ્વભરમાં ફેલાયેલાં છે) 

(E) સ્ટીવ જોબ્સની આત્મકથારૂપ પુસ્તકમાં  તેમણે પણ આ આશ્રમ (કૈચીધામ  -ઉતરાખંડ)ની મુલાકાત લીધેલ તે વિગતે ઉલ્લેખ છે. વર્ષો સુધી આ આશ્રમ સાથે સંપર્ક રાખનાર અન્ય મહાનુભવો એટલે ગુગલનાં લેરી પેયજ ,ગુગલનાં  જ લેરી બ્રીલિઅન્ટ  અને ઇબે નાં જેફરી સ્કોલ .

આ વિશે શ્રી નરેન્દ્ર મોદી અને  ઝુકરબર્ગભાઈ સાથે કરેલી  મુલાકાત સમયે ન્યુઝ પેપર વોશિન્ગટન પોષ્ટ નો આ અહેવાલ જુઓ.

 Annie Gowen wrote in World famous news paper (The Washington Post)   "  But the mystery is why this modest ashram would attract such asteady stream of American tech visionaries. Along with Jobs and Zuckerberg, Google’s Larry Page and Jeffrey Skoll, co-founder of eBay, have also made the Pilgrimage. Everybody in the world wants to go and see this place,” said Larry Brilliant, a doctor who once lived at the ashram and later became head of Google’s philanthropy division. “It’s a combination of ‘Eat Pray Love,’ know thyself and change the world.”Zuckerberg came to Kainchi in 2008, a time when his company had hit a “tough patch,” he said recently at a live Facebook event with India’s prime minister. He went to see Jobs to ask his advice..

(F) હવે પાછા વળીને આવીએ વવાણિયા  .વિશ્વભરને પોતાની ચેતનાનાં વ્યાપક સંપર્શથી આકર્ષિત કરનાર આ મહાપુરૂષ નીમકરોલી બાબાએ પોતાની સાધના યાત્રા બાળવયે ઘર છોડીને  આપણાં વવાણિયાના પાદરમાં આવેલાં હનુમાન મંદિરથી શરૂ કરી હતી.( ઇ.સ. ૧૯૧૦ થી ૧૯૧૭ સુધી ).અને અહી જ તેમણે આધ્યાત્મિક વિકાસને પરિપુર્ણ કર્યો .પછીથી તેઓ આ સ્થળ છોડી ગયાં . 

(G) આમ વિશ્વભરમાં અનુયાયી ધરાવતાં બાબા નિમકરોલી ની આરંભિક તપસ્થલી  એટલે આપણુ આ વવાણિયા. 

(H) લેખને લંબાતો ટાળીને આપ સૌને હવે પછી જ્યારે પણ વવાણિયા જાઓ ત્યારે  નદીનાં કાંઠે ( મોરબી તરફથી જતાં ગામનાં ગોંદરે ડાબી બાજુ)  નાં આ હનુમાન મંદિરની મુલાકાત લેવાં આગ્રહ પુર્વકની ભલામણ છે. હાલમાં આ મંદિર શ્રીમદ રાજચંદ્ર  સંસ્થાન અને  ગામનાં અનુયાયી  લોકની મદદથી રીનોવેટ થઈ ચુક્યુ છે .

____________________________________________________

*  આ લેખ માટે માર્ગદર્શન ,દિશાસુચન  અને પુરક માહિતી માટે આભાર શ્રી ગોરજી ( ગોર આશ્રમ ખરેડા )

**  વિશેષ પુસ્તક રેફરન્સ   (૧) અલોૈકિક યથાર્થ ( હિન્દીમા ) અને ( ૨) સોઇ જાનઈ જેહિ દેહુ જનાઇ ( હિન્દીમા ) 

***   હિન્દી પુસ્તકનાં પ્રકાશન નિમકરોલી બાબાનાં  ફોલોવર દ્વારાં

Comments

Popular posts from this blog

મોડપર ગઢ (Modpar fort)

કચ્છ દર્શન Kutch tour Places

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

બરડાના ડુંગરનો વૈભવ

ઉજાણી ઘર

વડસર તળાવ વાંકાનેર

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

યુરોપનો પ્રવાસ (પ્રવાસ વર્ણન)

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )