કચ્છ પ્રવાસ kutchh
#કચ્છ_પ્રવાસ_માહિતી
આ માહિતી જે લોકો પ્રથમ વખત કચ્છ પોતાની કાર લઈ ફેમિલી સાથે જતા હોય તથા ગુગલ મેપના આધારે કોઈ પણ આયોજન વિના જવાના હોય અને જેમનો રુટ સામખીયારી,ભચાઉ, કાબરાઉ, ભુજ, નખત્રાણા, માતાના મઢ, નારાયણ સરોવર કોટેશ્ર્વર મહાદેવ, લખપત, ધોરડો, ખાવડા, રોડ ટુ હેવન, ધોળાવીરા, રાપર, થઈ પાછા સામખીયારી, તથા આ રુટ ઉલટો હોય એના માટે છે,
પહેલા રોડની વાત કરુ તો સામખીયારીથી ભચાઉ 19 કિમી, સુધી સારો છે, ભચાઉથી કાબરાઉ 20 કિમી, ત્યાથી ભુજ 66 કિમી, સુધી ટુટક ટુટક કામ ચાલે છે એટલે સારો પણ ના કહી શકાય અને ખરાબ પણ ના કહી શકાય એવો છે, ભુજથી નખત્રાણા 50 કિમી, નખત્રાણાથી માતાના મઢ 46 કિમી, સુધી પણ સારો છે, ત્યાથી બારંડા થઈને નારાયણ સરોવર, કોટેશ્ર્વર મહાદેવ 60 કિમી, સુધી પણ સારો છે, ત્યાથી લખપત 35 કિમી, લખપતથી 20 કિમી,ગડુલી ગામ પેલા ધોરડો જવા માટેનો રોડ આવે છે જે 73 કિમી છે, જે શરુઆત મા સિંગલ પટ્ટી ખાડાખડીયા વાળો તથા વળાંકો વાળો આવે છે, જે આગળ જતા થોડો સિંગલ પટ્ટી ખુબ સારો આવે છે પછી ત્યાથી છેક ઘોરડો સુધી ખુબ જ ખરાબ કે જેને રોડ કહી જ ના શકાય એવો સિંગલ પટ્ટી ખાડા ટેકરા વાળો આવે છે જ્યા વાહનમા વધારે મોટા મોટા ખટારા અને ડંફરીયા જ ચાલે છે જે ભરેલા હોવાથી જો સામેથી આવતા હોય તો આપણે સાઈડમા કારને ઉતારી ઉભી રાખી દેવી પડે કારણ કે ખટારા ડંફર ભરેલા હોય એટલે સાઈડમા ના ઉતરે તથા જો આગળ ખટારો કે ડંફર ચાલ્યુ જતુ હોય તો આપણે ફરિજીયાત તેની પાછળ પાછળ ચાલવુ પડે કારણ કે સાઈડ કપાય એટલો રોડ અમુક અમુક જગ્યાએ જ આવે છે, આ રોડ ઉપર નીકળીયે એટલે એવુ લાગે ખોટા ભરાય ગયા માટે બને ત્યા સુધી આ રોડ લેવો નય,
ત્યારબાદ ધોરડોથી ખાવડા 30 કિમી, સુધી સિંગલ પટ્ટી રોડ છે જેને પણ સારો તો ના કહી શકાય, સામ સામે કારો આવતી હોય એટલે ફરિજીયાત બંનેને સાઈડમા ઉતરવુ પડે, પછી ખાવડાથી રોડ ટુ હેવન 24 કિમી, સુધી નય સારો નય ખરાબ એવો રોડ છે પછી રોડ ટુ હેવન 34 કિમી ને એ પુરો થાય એટલે ઘોળાવીરા છે, પછી ધોળાવીરાથી લોદ્રાણી બાલાસર રાવ મોટી થઈ ને રાપર થઈ ચિત્રોડા 114 કિમી સુધી મધ્યમ સારો, ત્યાથી તો પછી નેશનલ હાઈવે આવી જાય સામખીયારી સુધી,
જો cng કાર હોય તો નખત્રાણા cng આવે છે એ પછી આગળ ક્યાય cng નથી , ત્યારબાદ બાદ લખપતથી ધોરડો જવા માટે જે ગડુલી ગામની આગળથી વળવાનુ છે તે વળવાનુ નહી પણ સીધા જઈએ એટલે 8 કિમી દયાપુર ગામ આવે છે ત્યા cng છે તો પુરાવી લેવો અને જો કદાચ cng હાજરના હોય તો પેટ્રોલ પુરાવી લેવુ ત્યાથી પાછા ગડુલી આવી વળી જાવુ , ત્યાથી પછી છેક ખાવડા 100 કિમી સુધી ક્યાય પેટ્રોલ પંપ નથી આવતો ને ખાવડાથી પછી બાલાસર 106 કિમી સુધી પેટ્રોલ પંપ નથી, પછી તો રાપરથી આગળ બધુ મળી રહે, અગત્યની વાત કે કારમા cng હોય તો પણ 100 કિમી ચાલે એટલુ પેટ્રોલ ફરિજીયાત રાખવુ,
હવે જમવાની તથા રોકાવાની વાત કરુ તો નખત્રાણા સુધી આપણા બજેટમા મળી રહે, ત્યારબાદ માતાના મઢ મા રહેવાની તથા જમવાની નિશુલ્ક વ્યવસ્થા છે અમે ત્યા રાત રોકાયા હતા, બીજુ એક અગત્યનુ કે ત્યા રુમ રાખીને પછી ક્યાય ફરવા જાવુ હોય તો એવી રીતે રુમ નથી આપતા , એમની શરત હોય કે ફરીને આવો પછી આરામ માટે કે રાત્રી રોકાણ માટે રુમ આપીએ છીએ જે સવારે 8 વાગ્યે પાછો આપવાનો હોય છે, ત્યાથી નારાયણ સરોવર ધર્મશાળા છે પણ ત્યા નહોતા ગયા એટલે માહિતી નથી, પછી કોટેશ્ર્વર મહાદેવથી લખપત જતા થોડા આગળ જાવ એટલે સ્વામિનારાયણ મંદિર છે ત્યા રહેવાની અને જમવાની સારી સુવિધાઓ છે પણ એ ફ્રિ નથી, ત્યા શુ બજેટ છે એ ખ્યાલ નથી અમે ફક્ત અંદર આંટો મારી નીકળી ગયા હતા, ત્યાથી લખપત કિલ્લો જોવા ગયા હતા તો ત્યા પેલા એક ગુરુદ્વારા છે તો ત્યા કોઈ ધાર્મિક કાર્યક્રમ હતો સાથે લંગર એટલે પ્રસાદ ચાલુ હતો તો અમે સવારનો નાસ્તો ત્યા કર્યો હતો ખુબ જ મજા આવી હતી , બાકીના દિવસોમા ત્યા પ્રસાદ હોય એ ખ્યાલ નથી, પછી ત્યાથી ધોરડો જવા નીકળી ગયા,
હવે જો કોઈએ એવુ વિચાર્યુ હોય કે આપણે ટેન્ટ સીટી મા રોકાઇશુ તો એ ખુબ જ મોંઘુ છે તથા કોઈ બ્લોગર કે યુટ્યુબરીયાના વિડીયો જોયા હોય કે ધોળાવીરાની આગળ પાછળના ગામડાંઓ મા થોડા બજેટમા રહેવા જમવા મળી જાય છે તો એ પણ ખોટુ છે એટલે રહેવાની વ્યવસ્થાનો વિચાર કરીને નીકળવુ, ત્યા જઈએ એટલે થઈ પડશે એવુ ના વિચારવુ કારણ કે ત્યા ઓપ્શન નથી, અમે ધોરડો ફરી સીધા રોડ ટુ હેવન નીકળી ગયા હતા ત્યા સાંજનો નજારો જોઈને સીધા નીકળી ગયા હતા,
અમારી પાસે આગળ રાત રહેવાના બે ઓપ્શન હતા એક વ્રજવાણી મંદીર છે જે બાલાસરથી 16 કિમી અંદર જવુ પડે એમ હતુ ને બીજો ઓપ્શન સીધા રસ્તે મોટી વાવથી અંદર રવેચી માતાનુ મંદીર છે ત્યા જમવાની તથા રહેવાની ફ્રિ સુવિધા છે, જમવામા સાદુ ભોજન તથા રહેવામા સાવ સાધારણ રુમ હતા એટલે બધાને ત્યા ના ફાવે આ તો અમે બે ભાઈઓ હતા એટલે એ ઓપ્શન પસંદ કર્યો હતો ને ત્યા રોકાયા હતા ને પછી સવારે વહેલા નીકળી ગયા,
હવે અગત્યની સુચના,
જો તમે ઉપર જણાવ્યા મુજબ રુટ પ્રમાણે જવાના જ હોવ તો ધ્યાન મા રાખવા જેવી બાબતો ,
સૌ પ્રથમ તો જે પણ વાહન લઈ જવાના હોવ એ ખુબ જ સારા કન્ડિશન્ડમા હોવુ જોઈએ, ખાસ તો ટાયર નવા અથવા તો નવા જેવા જ હોવા જોઈએ,
બીજુ કે ભુજ પછી રાતની મુસાફરી ટાળવી કારણ કે એક તો રોડ ખરાબ, ઉપરથી રસ્તામા ગામ ઓછા આવે તથા કિમી અને રસ્તા બતાવતા બોર્ડ પણ નથી આવતા, ખાસ કરીને ઉપર જણાવ્યા પ્રમાણે ગડુલી ગામથી ધોરડો થઈ રોડ ટુ હેવન સુધી તો રાતની મુસાફરી કરવી જ નય, એ સિવાય અગત્યનુ કે રસ્તામા ઘણા બધા વિસ્તારોમા કવરેજ સંપુર્ણ નથી આવતુ એ પણ યાદ રાખવુ, આમ પણ દિવસે જ મુસાફરી કરવાની તથા જોવાનો આનંદ આવે એવુ છે,
બીજુ કંઈ યાદ આવશે તો કોમેન્ટ મા લખીશ,
Happy journey 🌹 ✨️ 💛✨️ 💛 ❤️🚩
Comments
Post a Comment