Posts

Showing posts from August, 2018

અનુભવેલા પ્રવાસ નું વર્ણન (ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ )

Image
આપ ગુજરાત ના રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર ૮ ઉપર થી પસાર થાવ એટલે અંકલેશ્વર ની એક વાલિયા ચોકડી, યા રાજપીપલા ચોકડી થી વળાંક લેવો ... અંકલેશ્વર થી દેડીયાપાડા , દેડીયાપાડા થી કોકટી , કોકટી થી ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર આવેલું દહેલ ગામ ખુબજ રમણીય , ખુબજ આહલાદક, ખુબજ સરસ વાતાવરણ , નીરવ સાંતી નાના મોટા પાણી ના ધોધ કુદરતી ઝરણાં લીલા કોતરો નાના મોટા લીલા છમ ડુંગરા ધોધ ના પાણી નો ઘૂઘવાતો અવાઝ ભોળી આદિ વાસી પ્રજા નાના નાના કાચા મકાનો કાચી સડકો ના લાઈટ , ના મોબાઇલ નેટવર્ક , ના કોઈ મોટર ના અવાઝ , ના કોઈ દવા ખાનું , ના કોઈ મેડિકલ સરકારી સ્કુલ પણ મુશ્કિલ થી એક બે જોવા મળી તે પણ બે ચાર કક્ષ સુધીની. લાલ માટી ના પહાડો , અને કાચા નાળિયા વાળા મકાનો , તે છતાં ત્યાં ની પ્રજા અત્યંત ખુશી અને કોઈ પણ જાત ના અત્યાધુનિક સાધનો વગર જીવી રહી છે ... તે લોકો ના પહેરવેશ ઉપર ગરમ ધૂંસો તો હોયજ .. અને ઘર ના આંગણા માં નાની નાની દુકાન ... ત્યાં ના લોકો એક ચાર પૈડા વાળું સાધન જોય ને પણ ખુશ ખુશ થઇ જાય , રસ્તો પૂછો તો કુતુહલ ના સાથે બતાવે .. કદાચ એમને નવાઈ લગતી હશે કે વળી આ લોકો અહીંયા સુ જોવા આવતા હશે ?? કોકટી

જમજીર ધોધ (ગીર)

Image
સાસણ ગીરમાં આવેલ જામવાળાના પાદરમાં શિંગોડા નદી આવેલ છે. નજીકમાં જ જમદગ્નિ ઋષિનો આશ્રમ આવેલો છે. હજારો વર્ષ પહેલા જ્યારે ઋષિ જમદગ્નિ શિંગોડાને કિનારે વિચરતા હશે, ત્યારે આ ધોધ જે આજે નગારા જેવો ઘોષ કરે છે તે ત્યારે મંજીરા જેવો મંજુલ રવ કરતો હશે. તેથી ઋષિએ ધોધનું નામ રાખ્યું મંજીરા. ત્યારબાદ ઋષિની યાદ કાયમ રાખવા લોકોએ મંજીરા આગળ જમદગ્નિનો ‘જ’ લગાડી દીધોને ધોધનું નામ જમંજીરા જે વર્ષો જતાં જમજીર થઈ ગયું. ધોધના બંને કાંઠે વિશાળ અડાયા છાણા જેવી શિલાઓ થપ્પી રૂપે ગોઠવાયેલી હોય એવું લાગે. સ્તબ્ધ ઊભેલી શિલાઓને ખબર પણ નથી કે આ મસ્ત મુલાયમ પાણીએ ક્યારે ધસમસતા આવીને એમને વેરી નાખી. તીરાડોમાંથી ઝીણી ધારારૂપે પાણી વહ્યા કરે છે, ને ભળી જાય છે શિંગોડાના વેગમાં. જમજીરના ઉપરવાસમાં આવેલ પાંચ મહાદેવની જગ્યા આરણ્યક સંસ્કૃતિની યાદ અપાવી જાય તેવી છે. અહીં શિંગોડા નાના-મોટા ગોળાકાર પથ્થરોની વચ્ચેથી વહી જાય છે. અહીં ન્હાવાનો લાવો લેવા જેવો છે. Via Whatsapp : MASTER MANAN BHAI

દેવઘાટ, કેવડીડેમ અને ટકાઉધોધની મુલાકાતે

કહેવાય છે કે ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. થોડીક પણ જો રજા મળી જાય તો ફરવા ઉપડી જાય. પણ મોટા ભાગના લોકો તો બહુ જાણીતી જગ્યાઓએ જ જતાં હોય છે. આવી જગ્યાઓએ ગાડી અને હોટેલોનાં બુકીંગ કરાવીને દોડવાનું અને ગિરદીમાં ભીંસાઈને ‘જઈ આવ્યા’ નો માત્ર સંતોષ જ માનવાનો રહે છે. એને બદલે શાંત અને પ્રકૃતિને ખોળે આવેલાં સ્થળો જોવાની કેટલી બધી મજા આવે ! વળી, આવાં સ્થળો માટે બહુ દૂર દોડવાની પણ જરૂર નથી. આપણા ગુજરાતમાં જ કેટલીયે સુંદર જગાઓ આવેલી છે. ત્યાં જઈને ત્યાંની કુદરતને માણવાનો આનંદ કંઈ ઓર જ છે. આવી જ એક સરસ જગા છે ‘દેવઘાટ’. ત્યાંથી નજીક આવેલા ‘કેવડીડેમ’ અને ‘ટકાઉધોધ’ પણ જોવા જેવા છે. ‘દેવઘાટ’ નામ જ એવું સરસ છે, જાણે કે ત્યાં ઘાટ પર દેવો પધારતા ન હોય ! અમે સૌએ આ ત્રણ સ્થળોએ જવાનો ત્રણ દિવસનો કાર્યક્રમ ગોઠવી કાઢ્યો ! અમે ગ્રુપમાં ૧૬ જણ હતા. દેવઘાટનો રસ્તો આ પ્રમાણે છે : ભરૂચથી અંકલેશ્વર, વાલિયા, વાડી, ઉમરપાડા, ધનાવડ અને દીવતણ થઈને દેવઘાટ. ભરૂચથી દીવતણનું અંતર ૮૫ કિ.મી અને રસ્તો સારો. દીવતણથી દેવઘાટ ૬ કિ.મી. કાચા પથરાળ રસ્તે થઈને પહોંચાય. ગાડી જઈ શકે. આ ૬ કિ.મી.માં જંગલો જ જંગલો પથરાયેલાં છે. દેવઘાટમાં

અંજનગીરી પર્વત

Image
મહારાષ્ટ્રના નાસિકથી ત્રિમ્બકેશ્વર જતા ત્રિમ્બકેશ્વર પહેલા 4 કિમિ,રસ્તા થી ડાબી સાઈડમાં સાંકડા અને કાચા રસ્તા દ્વારા 3/4 કિમિ જેટલું જતા , ટ્રેકિંગ માટેની પગદંડી ચાલુ થાય છે, જે લગભગ 3 કિમિ જેટલું સીધું ચડાણ છે, એટલે શ્વાસ ચડવા તરત ફૂલવા માંડે છે , ! વરસાદમાં પૂર્ણ સૌંદર્ય માણવા મળે છે, ટ્રેકિંગના શોખીનોને આનંદ આવી જાય અને થોડા સમયમાં અને થોડા ખર્ચમાં થાય તેવું સ્થળ છે, આવતા જતા 2/3 કલાક લાગી શકે , જગંલના કાયદા પ્રમાણે કેમેરા ના લઇ જઈ શકાય, પણ મોબાઈલ ની છૂટ છે, !!! ફોરેસ્ટના બે સિપાહી હાજર હોય છે, ! નજીકમાં ત્રિમ્બકેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ પણ મળે, પર્વત વિષે લોકવાયકા પ્રમાણે હનુમાનજી નું જન્મ સ્થાન મનાય છે , અંજનગીરી પર્વત, માં અંજનીનું સ્થાનક ગણાય છે. લેખક :- પ્રકાશ ધોરાડા

ગુજરાતનું કાશ્મીર..ઝરવાણી ધોધ (નર્મદા ડેમ)

Image
વરસાદના સ્પર્શથી ખીલી ઉઠ્યુ નર્મદા ડેમ પાસેના ઝરવાણી ધોધનુ સૌંદર્ય. નર્મદા ડેમ અને નદીનાં સામા કિનારે લગભગ 8 કિ.મી ના અંતરે આવેલા ઝરવાણીનો ધોધ જંગલની વચ્ચે આવેલા ખૂબ જ રમણીય જગ્યા છે. સાતપૂડાની પર્વતમાળામાં આવેલી જગ્યા ચોમાસામાં અદ્ભુત લાગે છે. ચારેબાજુ લીલાંછમ પર્વતો,ખેતરો અને ખળખળ વહેતા ઝરણાં અને નદી મનને તાજગીથી ભરી દે છે. ઝરવાણી ધોધ ભલે ઉંચાઇમાં નાનો છે, પણ તેને જોવા માટે ગોઠણડુબ નદીના પાણીમાં ચાલીને જવુ પડે છે. જે એક સાહસ સાથે રોમાંચની લાગણી આપે છે. ઝરવાણી ધોધથી ઉપર જતો રસ્તો ઝરવાણી ગામ તરફ પર્વત પર જાય છે. જ્યા વન વિભાગનું રેસ્ટ હાઉસ છે. તેની પાછળ વળાંક લેતી નદીથી બનતો નેકલેસ પોઇન્ટ જોવા લાયક છે. રેસ્ટ હાઉસની બહેનોએ બનાવેલા મકાઇના રોટલા અને અડદ દાળ ...અહા.. . સાતપૂડા તથા વિંધ્યાચળની ગીરીમાળા,નર્મદા ડેમ અને ચોમાસામાં ખીલી ઉઠતી વનરાજી વચ્ચે વહેતા કુદરતી ઝરણાંના કારણે મીની કાશ્મીરનું બિરૃદ પામેલા નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સૌદર્યને માણવા સહેલાણીઓ ઉમટી પડે છે. છલકાતા ડેમ સાથે પ્રવાસીઓએ નેચરલ વોટર પાર્ક ઝરવાણી અને નિનાઇ ધોધમાં છબછબીયા કરવાની મજા માણે છે. ગુજરાતનો નાનકડો વનવાસી જિલ

Tour Goa Help

Image