Posts

Showing posts from May, 2022

આસામના પ્રવાસન સ્થળો

હાફલાંગ આસામનું એકમાત્ર હિલ સ્ટેશન, કુદરતની આવી સુંદરતા બીજે ક્યાંય નહીં. ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. આ દેશમાં આસામ જેવું સુંદર રાજ્ય છે. જ્યાં રખડુઓ માટે ઘણુંબધુ છે. શું તમને ખબર છે આસામમાં પણ એક સ્વિટ્ઝરલેન્ડ છે? આસામમાં આમ તો ઘણી સુંદર જગ્યાઓ છે પરંતુ સૌથી સુંદર છે હાફલાંગ. હાફલાંગ આસામનું એકમાત્ર હિલ સ્ટેશન છે. આસામની સૌથી સુંદર જગ્યા હાફલાંગ ગુવાહાટીથી લગભગ 300 અને સિલચરથી 100 કિ.મી. દૂર છે. હાફલાંગ આસામના દિમા હસાઓ જિલ્લામાં સ્થિત છે. સમુદ્રની સપાટીએથી લગભગ 680 મીટરની ઉંચાઇ પર સ્થિત આ હિલ સ્ટેશનને વ્હાઇટ એન્ટ હિલોકના નામથી ઓળખવામાં આવે છે. આસામની સુંદર જગ્યા પર જોવા લાયક ઘણું છે. જો તમે આસામના કલ્ચરને સારી રીતે જાણવા અને સમજવા માંગો છો તો હાફલોંગ પરફેક્ટ જગ્યા છે. આમ તો તમે હાફલાંગ ક્યારે પણ જઇ શકો છો પરંતુ જો તમારે હાફલાંગના સૌથી સુંદર દ્રશ્યોના સાક્ષી બનવું છે તો તેના માટે સૌથી બેસ્ટ ટાઇમ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો માનવામાં આવે છે. તે સમયે અહીંનું હવામાન એકદમ ખુશનુમા હોય છે અને ગરમી પણ નથી હોતી. હાફલાંગ આસામનું એકમાત્ર હિલ સ્ટેશન છે. ત્યાં સુધી કે તમે આરામથી ટ્રેન, બસ અને ફ્લા

અમેરિકા -યુરોપની વિવશતા હોઈ શકે - પણ ભારતીયો ની તો અજ્ઞાનતા છે.

બસ, આપની જીવન શૈલી બદલો - ડો સતીશ સોની કેનેડા  ૧. આઠ મહિનાની ઠંડીને લીધે, *કોટ-પેન્ટ* પહેરવા યુરોપિયની  મજબૂરી છે, અને લગ્નના દિવસોમાં ભર ઉનાળામાં કોટ્સ અને ટાઈ પહેરવા, એ આપણું ભારતીય નું અજ્ઞાન છે... ૨. તાજા ખાદ્યપદાર્થોની અછતને લીધે, *પિઝા, બર્ગર, સડેલા લોટના નૂડલ્સ* ખાવાનું યુરોપની જરૂરિયાત અને મજબૂરી છે,            અને *છપ્પન ભોગ સમુ ખાણું* એકબાજુ મૂકી રૂપિયા 400 / - નો સડેલો રોટલો (પીત્ઝા) ખાવા એ આપણું ભારતીયોનું  અજ્ઞાન છે. ૩. તાજા ખોરાક, શાકભાજીના અભાવને કારણે *ફ્રીઝ* નો ઉપયોગ, યુરોપની મજબૂરી છે અને *તાજી શાકભાજી* બજારમાં રોજ મળવા છતાં અઠવાડિયુ ફ્રીઝમાં શાકભાજી સડતા રાખવા આપણુ ભારતીયોનું અજ્ઞાન છે ‌. ૪.  ઔષધિઓના અજ્ઞાનના અભાવને કારણે, પ્રાણીઓના માંસમાંથી દવાઓ બનાવવી એ તેમની મજબૂરી છે અને *આયુર્વેદ* જેવી મહાન આરોગ્ય પદ્ધતી હોવા છતાં, *અભક્ષ્ય દવાઓ* નો ઉપયોગ કરવો, આપણું અજ્ઞાન છે. ૫. પૂરતું અનાજ ન હોવાને કારણે અથવા *સ્વાદ ની લોલુપતા ને કારણે પ્રાણીઓનું માંસ ખાવું* એ યુરોપની  મજબૂરી છે અને 1600 જાતોના પાક અને ખોરાક લેવાની સરસ પદ્ધતિ હોવા છતાં, સ્વાદ માટે, આરોગ્ય ને હાનિકારક એવું પ્

ગ્લોબલ વિપશ્યના પેગોડા

Image
ઘણા આ ફોટાને જોઈ થાઈલેન્ડ, ભૂટાન કે શ્રી લંકાનું સ્થળ હોય તેવું માનતા હતા... પણ આ સ્થળ ભારતમાં જ આવેલું છે. મુંબઈમાં બોરીવલી ગોરાઈ બીચ પાસે વિપશ્યના ધ્યાન કેન્દ્ર છે,  તે વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર છે. પેગોડાનું બાંધકામ એ પ્રાચીન ભારતીય અને આધુનિક ટેકનોલોજીનું સુંદર મિશ્રણ છે. આ પેગોડામાં થાંભલા વગરનો સેન્ટ્રલ હોલ છે.આ હોલમાં 8,000 લોકો એકસાથે બેસીને ધ્યાન કરી શકે છે, તેને વિશ્વનો સૌથી મોટો પેગોડા માનવામાં આવે છે, જે 294 ફૂટ ઊંચો અને 61,300 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. ક્યાં આવેલું છે ? ગ્લોબલ વિપશ્યના પેગોડા મુંબઈમાં ગોરાઈ ખાડી અને અરબી સમુદ્ર વચ્ચેના ટાપુ પર આવેલ છે. જેની નજીક પ્રખ્યાત એસેલ વર્લ્ડ પણ આવેલ છે.. કઈ રીતે જવું ? મુંબઈ બોરીવલી રેલ્વે સ્ટેશનથી, તમે ગોરાઈ બીચ (એસેલ વર્લ્ડ ફેરી સ્થળ) સુધીની ટેક્સી અથવા ઓટો લઈ શકો છો  અને ગોરાઈ બીચથી એસેલવર્લ્ડ સુધી ફેરી (લોકલ બોટના ફેરા ચાલુ હોય છે.) લઈ શકો છો, જેનું આવવા-જવાનું ભાડું વ્યક્તિ દીઠ રૂ. 50 છે.

બાળકોને વાંચવાની ટેવ પાડતી એપ

બાળકોને વાંચતા શીખવવા માટે Google દ્વારા ખૂબ સરસ એપ બનાવવામા આવી છે. બાળકો વાંચતા જશે તેમ ખોટુ હશે તો સામે એપમા બોલશે.  સાચુ હશે તો બાળકોને સ્ટાર અને અભીનંદન મળશે. જેથી બાળકો કંટાળા વગર વાંચતા શીખશે.👍 વાંચન એપ માટે અહીં ક્લિક કરો