Posts

Showing posts from September, 2018

ઓરિસ્સા રિસોર્ટ

Image
Orrissa Green Villa Resort Jaspur Road Orrissa https://www.facebook.com/100006791472789/posts/2226748884228139/

રણેશ્વર હનુમાનજી મંદિર

Image
સાહસિક પ્રવાસ ચમત્કારિક રણેશ્વર હનુમાનજી મંદિરનાં દર્શન કરીને રોમાંચિત અનુભુતિ થઈ. રણ માગઁ બાંભણકા એકલ વચ્ચે રણમાં હનુમાન બેટ(ગોરા બેટ) બાંભણકા થઈ ૧૧ કિ.મિ. આવેલ છે શું તમે દર્શન કરવાનો સાહસ કરશો ? https://m.facebook.com/story.php?story_fbid=1646990315405656&id=100002841112972

મોડપર ગઢ (Modpar fort)

Image
જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો તો બહુ જ વિશાળ છે, પરંતુ આ કિલ્લો પણ કાંઇ કમ નથી. ભલે વિસ્તારની દ્રષ્ટીએ બહુ નાનો હોય, પરંતુ મોડપરના કિલ્લામાં રાખવામાં આવેલ સુવિધાઓ તથા તેની ગોઠવણી જોવા લાયક છે.  મોડપરના કિલ્લામાં પ્રવેશતાની સાથે જ તમારી આંખો સામે તેનો વિશાળ દરવાજો નજરે ચડે. તેનું લાકડાનું વિશાળ બારણું. કેટલું મજબુત.   અંદર નાનુ મેદાન છે. જ્યાં ફિલ્મોમાં બતાવવામાં આવે છે તે રીતે કુસ્તી જેવા કાર્યક્રમો રખાતા હતા, એવું લાગે. અંદર કોઠાર, પાણીનો હોજ, જેલ, તબેલો, અરે હાથીને બાંધવાના થાંભલા પણ જોયા. રાણીના અલગ ઓરડા, રસોડું વિગેરે વિગેરે… એક જગ્યા તો એવી હતી કેં જ્યાં તમે ઉભા રહો, તમને એમ જ લાગે કે જાણે ACની હવા પણ ઓછી પડે. અહીં સોનાના ચરૂઓની માન્યતા પણ છે. અહીં મેં બે થી ત્રણ પોઇન્ટ એવા જોયા કે જ્યાં ઘડો ફીટ થઇ શકે તેવી જગ્યા દીવાલમાં હતી. અને દીવાલ તુટેલી. એનો મતલબ એ કે શું અહીં દીવાલની અંદર આવા ઘડા સંતાડીને રખાતા?  ત્યારબાદ અંડરગ્રાઉન્ડ પાણીની નહેર પણ જોઇ. ઉપરાંત એવી સિસ્ટમ રાખેલી છે, કે ચોમાસા દરમિયાન બધુ પાણી એક જગ્યાએ હોજમાં એકઠું થઇ શકે. દીવામાં રાખેલ નાની નાની જગ્યાઓ કે જેમાંથી બંદુક વડે દ