Posts

Showing posts from August, 2019

ભૂટાન

 તમે ભૂટાન માટે પહેલાથી કોઈ ટુર એજન્સી સાથે ટ્રીપ બુક કરાવી લીધી છે, તો પછી તો કોઈ તકલીફ જ નથી, તે લોકો તમારી તમામ જરૂરિયાતો અને સુવિધાઓનું ધ્યાન રાખે છે. આ આર્ટીકલ અને તેમાં આપવામાં આવેલી સલાહ તે લોકો માટે છે, જે સસ્તા બજેટમાં પ્રવાસ કરવા માંગે છે. મેં અને મારા મિત્રએ ૭ દિવસ માટે ભૂટાનનો પ્લાન બનાવ્યો. તેના માટે મેં ઈન્ટરનેટ ઉપર બજેટમાં ફરવા માટે માહિતી પ્રાપ્ત કરવા માગી પરંતુ એવું કાંઈ મળ્યું નહિ. અમે છતાંપણ ભૂટાન ફરીને આવ્યા અને જે અમે જાણ્યું અને અનુભવ્યું તે તમને જણાવું છું. સાથે જ એ પણ કે રસ્તામાં તમે ભૂટાન કેવી રીતે ફરી શકો છો. ભૂટાનમાં હરવું-ફરવું જયારે પણ તમે કોઈ સ્થળે પહોચો છો, તો ત્યાં હરવા ફરવા માટે કોઈ બાજુના બસ કે ટેક્સી સ્ટેન્ડ ઉપર જઈને પુછપરછ કરો. તે યાદ રાખો કે તમામ સ્થળો ઉપર બસની સુવિધા ઉપલબ્ધ નથી હોતી. બની શકે છે કે તો પહેલાથી જ બુકિંગ કરાવી લો અને તે હિસાબે જ પોતાની ટ્રીપનો પ્લાન બનાવો, નહિ તો ઘણા હેરાન થશો. થીપું થીપુંમાં બે બસ સ્ટેન્ડ છે. એક છે સીટી બસ સ્ટેન્ડ અને બીજું છે થીપું બસ સ્ટેન્ડ (RTSS) સીટી બસ સ્ટેન્ડથી તમને પાસેની જગ્યાએ જવા માટે બસ મળી જશે. પ

પ્રકૃતિ પ્રેમીઓનું ધામ ધરમપુર

સુરતથી 90 કિલોમીટર દુર આવેલું છે આ અદ્દભુત સ્થળ, ચોમાસાની સિઝનમાં અહી જવાથી સ્વર્ગનો અનુભવ થાય છે. આ સ્થળ રાજાશાહી નગરી વલસાડથી 30 કીમી પૂર્વમાં, વાપીથી 45 કીમી ઉતરે, સુરતથી 90 કીમી દક્ષિણે આવેલું છે. મિત્રો, આમ તો વરસાદ પડતાં જ ધરમપુરથી ડાંગ સુધીના દરેક ગામડાનું સૌદર્ય ખીલીઉઠે છે. અને ધરમપુરની આજુ બાજુ શું છે તે જાણો અને માણો. મિત્રો, ધરમપુરથી 10કીમી બીલપુડી ગામે માવલી ધોધ, 15કીમી એ માકણબન ગામે આવેલ ગણેશ ધોધ, 25કીમી પર હનમત માળ ગામે આવેલ આહન ધોધ, 45કીમી પર વિલસન હીલ પાસે વાગવડ ગામે આવેલો શંકર ધોધ, 60કીમીએ અવલખંડી અને ખોબા ગામે સુંદર ધોધ સાથે કુલ 5 ધોધ આવેલા છે. આ સિવાય ધરમપુર ગામમાં લેડી વિલસન મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, પૌરાણિક શ્રી રાધાકૃષ્ણ મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર, બરુમાલ 8કીમી પર શિવ મંદિર ઉપરાંત 45કીમી પર વિલસન હીલ જે સાપુતારાની હાઇટનો અનુભવ કરાવે છે એ સ્થળો આવેલા છે. ધીરજ રાખો હજી પૂરું નથી થયું. કારણ કે ધરમપુરથી માકણબન જતા રસ્તે 20કીમી પર અરણાઇ ગામે ગરમપાણીના ઝરા આવેલા છે. આવા ઝરા સુરતથી સાપુતારા જતાં ઉનાઇ ગામે પણ આવેલા છે. પ્રકૃતિ અને ફોટોગ્રાફી તેમજ યુ ટયુબરના ચ

MADHAV FARMHOUSE ANKOLVADI (GIR)

જન્માષ્ટમી વેકેશન મા કુદરતી સૌંદર્ય માણવાની ઉત્તમ જગ્યા... વેકેશન ની મજા માણવા માટે તમારાં બજેટમાં ને કુદરતી સાનિધ્ય ગીર ની ગોદ મા Madhav farmhouse ને સંગ... *મોજ મસ્તી ને ક્યારેય પેન્ડીંગ માં રાખવી નહીં.......* *કારણ કે...સમય નું ક્યારેય રીઝર્વેશન થતું નથી.......* જમજીર નાં ધોધ થી એક્દમ નજીક 12 કિલોમીટર... દીવ રોડ પર આવેલુ માધવ ફાર્મહાઉસ દીવ થિ 60 કિલોમીટર... 【સગવડતા】 ■ રૂમ ■ ટેન્ટ ■ સ્વીમીંગ પુલ ■ મ્યુઝીક સીસ્ટમ ■ ગેમ ઝૉન ■ કાઠીયાવાડી થાળી ■ પ્લે એરીયા ■ પાર્કીંગ ■ બગીચો ■ બાળકો માટે રમત ગમત નાં સાધનો ■ એડવેન્ચર પાર્ક (સ્વખર્ચે) ■ જગલ સફારી (સ્વખર્ચે, દેવડિયા પાર્ક, આંબરડી પાર્ક) ◆ AC રૂમ ફુલ પેકેજ ◆ ■ 1050 મા 1 દિવસ 1 રાત 1 મેમ્બર માટે... ■ AC રૂમ 3 બેડ બે એક્સ્ટ્રા ગાદલા ■ નાસ્તો,બપોર, સાંજ નું જમવાનું અમારાં ડાયનીગ હોલ પર ■ સ્વીમીંગ પુલ ■ મ્યુઝીક સીસ્ટમ ■ ગેમ ઝૉન ■ પ્લે એરીયા ■ બગીચો ■ પાર્કીંગ ■ બાળકો માટે રમત ગમત નાં સાધનો બગીચો ... ◆ નો

ટપકેશ્વર મહાદેવ

Image
ઉના થી ગીરગઢડા અને ત્યાં થી લગભગ સાતેક કિલોમીટર અંદર ગીરમાં ઊંડા વોકળાની દિવાલમાં એક ગુફા છે. જે બહારથી સાવ નાની લાગે છે, પણ અંદર લગભગ સો,ડોઢસો માણસ બેસે તેવી મોટી છે, ગુફાની ઊંચાઈ ત્રણેક ફૂટ જેવી હશે. ગુફાની અંદર બીરાજમાન છે ટપકેશ્વર મહાદેવ. ટપકેશ્વર મહાદેવની સ્થાપના પાંડવોયે અજ્ઞાત વાસના સમયે કરેલી એવું કહેવાય છે.  જ્યાં બારે માસ શિવલિંગ ઉપર આપોઆપ જળાભિષેક થાય છે. (ગુફાની ઉપરની છત માંથી નીરંતર પાણી ટપકે છે શિવલિંગ પર)  ગુફામાં છેલ્લે બે,ત્રણ ભોંયરા છે, જે હાલ બંધ છે. લોક વાયકા પ્રમાણે તે જુનાગઢ ના ડુંગર માં નીકળે છે ત્યાના સ્થાનિક લોકો પાસે થી મળેલી માહિતી મુજબ ત્યાં જે બાપુ હતા તે ત્યાંજ રહેતા હિંસક પશુઓની વચ્ચે,તે  પણ પાલતું પ્રાણી હોય તેમ બાપુ સાથે રહેતા બાપુ એ સિંહોનાં નામ પણ રાખેલા. બાપુ સિંહોને નામથી બોલાવતા ને સિંહો બાપુની ભાષા સમજતા હોય તેમ પાસે આવીની બેસી જતા. આજેતો બાપુ હયાત નથી બાજુના નેસ માંથી કોઈ ભાઈ આવી ને પૂજા કરી જાય છે દીવસ રહેતા (જંગલના નિયમ મુજબ પાંચ વાગ્યા પહેલાં ચેકપોસ્ટ ની બહાર નીકળી જવું પડે છે) પ્રકૃતિના ખોળે ગાંડી ગીરની વચ્ચે બ