Posts

Showing posts from April, 2021

ગાંગતા બેટ : બેટ મા આવેલો કિલ્લો

રાપર તાલુકા મા આવેલું રવેચી માતાનું મંદિર જાણીતું છે.રવેચી માતાજી થી આશરે ૮ કિલોમીટર ના અંતરે ગાગંતા બેટ આવેલો છે. ગાગતા બેટ એ રણ ની સપાટી થી 208 ફૂટ ઊંચાઈ ઉપર આવેલો બેટ છે ગાગતા બેટ મા આવેલ રવેચી માતાજી નુ પ્રાચીન મંદિર આવેલું છે મંદિર કાલ ક્રમે પૂર્ણોધાર ઉપર થયેલો છે પરંતુ અંદર ના ભાગ માં જોતા એવું સ્પષ્ટ જાણી શકીયે કે મૈત્રીક કાલીન હોવું જોઈએ મંદિર ના પાછળ ના ભાગ માં એક પ્રાચીન દુર્ગ ના અવશેષ પણ જોવા જેવા છે, આ દુર્ગ ને આપણે સેટેલાઈટ થી પણ જોઈ શકાય છે જેમાં વ્યવસ્થિત બંધ તૂટે દુર્ગ નું નિર્માણ થયું હોય એવુ લાગે છે તેમજ આ કિલ્લા ની જગ્યા ઉપર અંગ્રેજો એ તેમના સમય ના ટોપો મેપ મા પણ "deserted" લખેલું જોવા મળે છે! આ દુર્ગ કદાચ જ્યારે આ રણ દરિયો હોય ત્યારે વહાણવટા વ્યાપારી દ્વારા માલ સામાન રાખવા માટે બનાવેલો હોઈ એવું પ્રાથમિક નજર થી જોઈ શકાય છે,કચ્છ ના ઇનસાઈક્લોપીડિયા તરીકે ઓળખાતા ડો ભૂડિયા સાહેબ ના કહેવા મુજબ કે અહીંયા છેલ્લે બારવટિયા ના કોઠા હશે એ સાચી વાત છે કે આવી નિર્જન જગ્યા છે તો અહીંયા સલામત જગ્યા છે એટલે પણ તેના પેલા આ જગ્યા ક્ષત્રપ કાળ ની હોય એવું લાગે છે અહીંયા ના પ