Posts

Showing posts from December, 2021

સાપુતારા :- તેજસ્વિની ધામ

Image
તેજસ્વિની ધામ -સંસ્કૃતિ, પ્રકૃતિ અને પૂજ્ય હેતલ દીદીનું સ્નેહાળ સાનિધ્ય.... સાપુતારા પહેલા લગભગ 16 કિલોમીટર તેજસ્વી ધામ નું બોર્ડ સુરત થી જતા ડાબી બાજુ આવે.. લગભગ નાની સડક અને મોટા ડુંગરો ની 5 કિલોમીટર ની યાત્રા પુરી થાય એટલે વસુરણા ગામ ને અડી ને આવેલો આ આશ્રમ એટલે તેજસ્વિની ધામ.. જો તમારે પ્રકૃતિ અને સંસ્કૃતિ નો સમન્વય જોવો હોઈ તો સહપરિવાર આ આશ્રમ ની મુલાકાત જરૂર લો... આશ્રમ ની બરાબર સામે ની ટેકરી એટલે sunset point.. અદભુત દ્રશ્ય.. સાપુતારા ના sunset point કરતા પણ વધુ સુંદર આ ટેકરી... ડાંગ ના ખેતર અને ખેતી ની સાથે થોડા દિવસ વિતાવવા માટેઅને આદિવાસી જીવન માં ડોકિયું કરવા નો ઉત્તમ અવસર અહીં મળશે.. અહીં હેતલ દીદી ના શિવોહમ સૂત્ર માં અને લાવણ્ય માં તમે જરૂર ભીંજાશો... અહીં લગભગ 250 ખાટલા અને કુટિર માં એક સાથે અનેક લોકો રોકાઈ શકે એવી વ્યવસ્થા પણ છે.. સાથે સરસ અને સાત્વિક ભોજન તો ખરુજ.. આ જગ્યા ડુંગર ની ટોચ પર છે એટલે હજુ આશ્રમ માં પાણી ટેન્કર વાટે  નીચે થી લાવવું પડે છે પણ છતાં તેનો ઉકેલ બહુ જલદી આવી જશે.. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સહ્યાદ્રિની ગોદમા વસેલા ડાંગ જિલ્લાના વાસુરણા સ્થિત 'તે

ગ્રામ યાત્રા એગ્રો ટૂરિઝમ કેમ્પસાઈટ

Image
આપ શ્રી ને જણાવતા આનંદ થાય છે કે અમારા દ્વારા એક અનોખું ટુરીઝમ પ્લેસ વિકસાવવામાં આવ્યું છે. જ્યાં અમે તમને સવારથી શરૂ કરીને સાંજ સુધી એટલે કે ફુલ ડે એગ્રો ટૂરિઝમ એક્ટિવિટી અને સાથે રૂરલ કલ્ચરલ એક્ટિવિટી અને પ્યોર ગામડાનું food ઓફર કરીએ છીએ.  આ ટૂરિઝમ પ્લેસ ઉપર અમે તમને સવાર અને સાંજના બે નાસ્તા , ચા અને બપોરે ચૂલા ઉપર બનાવેલું કાઠીયાવાડી ભોજન જમાડીએ છીએ. સાથે સાથે તમને lots of એક્ટિવિટી અમારો tour guide સાથે રહીને કરાવશે. ઉદાહરણ તરીકે બળદગાડા ની સવારી, ફાર્મ tour. અમારી સાઇટ ઉપર તમને રૂરલ એક્ટિવિટીઝ જેવી કે ઘંટલો, રવૈયો ,ખાંડણીયા વગેરે કરવા મળશે. અમારી પાસે એડવેન્ચર અને ફન ઝોનમાં જુલતો પુલ અને ટાયર ફ્રેમ છે.   આ ઉપરાંત  750 ચંદનના ઝાડ વાળી ચંદન વાડી માં અમે રિલેક્સેશન ઝોન બનાવેલો છે જ્યાં તમે ચંદનની શીતળતા વચ્ચે આરામથી બેસીને તમારો થાક ઉતારી શકો છો અને તમારામાં એક નવી ઊર્જા મેળવી શકો છો. બપોર પછીના સેશનમાં અમારી પાસે ૧૫થી ૨૦ જેટલી ગામડાની જૂનીપુરાણી રમતો છે. જૂની રમતો થી શરૂ કરીને નવી રમતો સુધીની રમવાની સુવિધા છે. દાખલા તરીકે લખોટી, ભમરડો, સોગઠાબાજી ,આંધળો પાટો, નારગેલ, ત્રિપગી દોડ ,કો

बेताब घाटी Betaab Valley

Image
बेताब घाटी को मूल रूप से हगन घाटी या हागून के नाम से जाना जाता था, लेकिन इसके वर्तमान नाम से जाना जाने लगा और बेताब फिल्म के बाद बेहद प्रसिद्ध हो गया, जिसे यहां शूट किया गया था।  यह जम्मू और कश्मीर के अनंतनाग जिले में पहलगाम से लगभग 15 किलोमीटर की दूरी पर स्थित है।  जो चीज घाटी को जम्मू और कश्मीर में एक शीर्ष पर्यटक आकर्षण बनाती है, वह है इसकी हरी-भरी घास के मैदान, पहाड़ और घनी वनस्पति, जो दर्शनीय स्थलों की यात्रा के लिए सुंदर अवसर प्रदान करती है । बर्फ से ढकी पर्वत चोटियों से घिरी, इसका परिदृश्य चिनार, देवदार, देवदार, विलो और चिनार जैसे पेड़ों से युक्त है, जबकि लिद्दर नदी अपने नीले / हरे पानी के साथ इसकी सुंदरता को बहुत बढ़ा देती है।  यह पिकनिक और दर्शनीय स्थलों की यात्रा का आनंद लेने के लिए विशेष रूप से बहुत अच्छा है, और कश्मीर में अपनी छुट्टियों के दौरान इसकी असाधारण सुंदरता के लिए जाना चाहिए। पहलगाम से बेताब घाटी लगभग 7 किलोमीटर की दूरी पर स्थित है।  पहुंचने में आपको लगभग 15 मिनट लगेंगे।  

ઉમનગોટ નદી :-કાચ જેવી નદી

Image
બાલી કે થાઈલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સ્વચ્છ નદી. વિશ્વાસ નહીં થાય પણ ભારતમાં જ આવેલી છે કાચ જેવી પારદર્શક આ નદી. ફરવા જવાની વાત આવે તો જેને હેરિટેજમાં રસ હોય તે ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતા શહેરોની મુલાકાત લેતા હોય છે, જેને દરિયો ગમતો હોય તે દરિયાકિનારાના શહેરોમાં જતા હોય છે અને જેને પર્વતો ગમતા હોય તે હિલ-સ્ટેશનની મુલાકાત લેતા હોય છે. આ સિવાય ભારતની નદીઓ જોવી એ પણ એક લ્હાવો છે. ભારતની નદીનું નામ કાને પડે એટલે તમારી આંખ આગળ કદાચ કચરો, ફેક્ટરીનું દુષિત પાણી, વગેરેનું ચિત્ર ઉભું થશે. પરંતુ અહીં ભારતની જ એક એવી નદીની વાત કરવામાં આવી રહી છે, જ્યાં દેશવિદેશથી હજારો પર્યટકો બોટિંગ કરવા માટે આવે છે. ઉમનગોટ નદી ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલા West Jaintia Hills જિલ્લાના નાનકડા Dawki પ્રદેશમાં પસાર થાય છે. આ નાનકડું શહેર મેઘાલયની રાજધાની શિલોંગથી માત્ર 95 કિલોમીટર દૂર છે. આ નદીની ખાસ વાત એ છે કે તે કાચ જેવી પારદર્શક અને સ્વચ્છ છે. દાવકી શહેર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક વ્યસ્ત વેપાર માર્ગ છે. અહીંથી રોજ સેંકડો ટ્રક પસાર થતી હશે. ઉમનગોટ નદી આજુબાજુના વિસ્તારોના માછીમારો માટે આ માછીમારીની મુખ્ય

ઇકો ટુરિઝમ :- જુનારાજ, કરજણ ડેમ નર્મદા જિલ્લો

Image
આપ સ્ટેચ્યુ ઑફ યુનિટી જતા હોવ.. તો નજીકમાં જ કૂદરતી સૌંદર્યની મોજ અપાવતું સ્થળ.. જુનારાજ કેમ્પ સાઇટ આવેલી છે.. જે સ્થાનીય રહેવાસીઓ તેમજ ફોરેસ્ટના સહયોગથી ચલાવવામાં આવે છે.  અહીં નદીની વચ્ચે ટાપુ સ્વરૂપે આ કેમ્પ સાઇટ આવેલી છે.. જ્યાં તમોને સ્થાનિક લોકો બોટ દ્વારા પહોંચાડે છે.. ત્યાં રહેવા જમવાની સગવડ મળી રહે છે.. એક અલગ જ અનુભૂતિ મેળવવા એક વખત મુલાકાત જરૂર લો. જુનરાજ કેમ્પસાઇટ કરજણ ડેમના પાણી વિસ્તારમાં, સતપુડા પર્વતમાળામાં સ્થિત છે. શૂલપાનેશ્વર વન્યજીવન અભયારણ્યની અંદર સ્થિત, “જુનરાજ” એક વખત રાજપીપળાની વહીવટી રાજધાની હતી. જુનરાજ ઈકો ટૂરિઝમ સેન્ટર ઐતિહાસિક નિલકંઠેશ્વર મહાદેવ મંદિરની નજીક છે. તે આકાશદેવી અને દેવ છત્રની નજીક પણ છે, જે ગોહિલ વંશની જૂની રાજધાની હતી.  આ સિવાય કરજણ ડેમ બેકવૉટરનું માંડણ ગામ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.  ચોમાસાની શરૂઆત થતાની સાથે જ નર્મદા જિલ્લાની વનરાજી ખીલી ઉઠી છે. શહેરી વિસ્તારના લોકો ફરવા માટે નર્મદા જિલ્લાની અને તે પણ પ્રાકૃતિક સોંદર્ય માણવા વધુ પસંદ કરે છે. શનિ-રવિની રજામાં પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ, માંડણ ગામના ગ્રામજનોએ પ્રવેશ ફી લેવા

મહાકાળી ટેકરી અને ગાયત્રી તીર્થ, વાંકાનેર

Image
 આદરણીય શ્રી અશ્વિનભાઈ રાવલ(વાંકાનેર) એ ૧૯૬૮ માં મહાકાળી ની ટેકરી પર આવતા યાત્રીઓની સેવા કરવાની શરૂઆત કરી. પોતે સેવાનો જીવ તેથી લોક્ક્લાયણ માટે એક સંકુલ કરવાની અદમ્ય ઈચ્છા, તેને ૧૯૮૨ માં ૧૦૦૦૦ ચોરસ મીટર જમીન ટોકન દરે મળી, તે જમીન પર ૧૯૯૨ માં ગાયત્રી શક્તિપીઠ ની શરૂઆત કરી. ૧૯૯૩ માં ગૌશાળા ની શરૂઆત કરી હાલ ૧૦૦ ગાયો છે, ગાય નું દૂધ વેચતા નથી, તેઓએ ૧૦૦૦ વૃક્ષો વાવી મોટા કરી લીધા છે. ફ્રી અતિથી પ્રશાદ યોજના, ફ્રી પ્રાથમિક શાળા, સ્લમ વિસ્તાર માં ૨ શિશુ મંદિરો ચલાવે છે. મંદબુદ્ધી ના બાળકો ને દરરોજ સ્કુલે લાવવા લઇ જવા અને બોપોરે ભોજન આપી તેની બુદ્ધી નો વિકાસ થાય તેવા સાધનો દ્વારા રમાડે. બહેનો ને સ્વનિર્ભર કરવા માટે સિલાઈ મશીન વિનામૂલ્યે આપે છે. તેઓ વિવિધ જાત ની સેવાકીય પ્રવૃતિઓ કરે છે અને કોઈ પણ જાત ના ભેદભાવ વગર માનવ માત્ર ને સરખું માનપાન આપે છે.  સેવાભાવી અશ્વિનભાઈ રાવલ ને લાખ લાખ વંદન. સાભાર વી. ડી. બાલા  પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ  મો - ૯૪૨૭૫૬૩૮૯૮