Posts

Showing posts from August, 2021

કામનાથ મહાદેવ રઢુ

Image
ખેડા - ધોળકા રોડ પર આવેલ રઢુ ગામમાં કામનાથ મહાદેવ આવેલું છે. આ મંદિર વિશે ભૂતકાળમાં લખી ચૂક્યો છું. અહીં ચોખ્ખા ઘીના અનેક માટલા ભરેલા પડ્યા છે પણ ક્યાંય માખી, કીડી, મંકોડા કે અન્ય જીવાત જોવા મળતી નથી. ઘી વર્ષો જૂનું હોવા છતાં બગડતું પણ નથી... એ અહીંનો ચમત્કાર છે. શ્રાવણ મહિનામાં અનેક લોકો દર્શને આવે છે. આ ગામ પૂજ્ય રવિશંકર મહારાજનું જન્મસ્થળ છે. ~JKSai

Polo forest Gujarat

Image
એક દિવસીય પિકનિક માટે વિચારી રહ્યો છો તો આ સીઝનમાં ગુજરાતમાં વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે બેસ્ટ પ્લેસ હોઈ શકે છે. તેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક સ્થળ હોવાના કારણે પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. પોલો ફોરેસ્ટ ગુજરાતના વિજયનગર તાલુકામાં આવેલા અભપુર ગામ નજીક 400 ચો.કિ.મી.માં ફેલાયેલો એક સુંદર વન વિસ્તાર છે. અમદાવાદ શહેરથી માત્ર 150 કિ.મી.ના અંતરે આવેલું છે. તમે અમદાવાદથી એક દિવસની પિકનીકની યોજના પણ કરી શકો છો અને પોલો ફોરેસ્ટ લીલું રસદાર જંગલ શોધી શકો છો. પોલો ફોરેસ્ટ માં કોઈ પરવાનગીની આવશ્યકતા નથી અથવા કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. તમે ઇડર થઈને સીધા જ આ સ્થળ પર તમારા કુટુંબ, મિત્રો અથવા બાળક સાથે જઈ શકો છો અને આનંદ લઈ શકો છો. આભપુર માં રહેલા ગ્રામવાસીઓ અત્યંત નમ્ર અને સહાયક છે તે લોકો ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં સારુ જ્ઞાન ધરાવે છે. જોવાલાયક સ્થળો: પોલો ફોરેસ્ટ સુંદર ટેકરીઓથી ઘેરાયેલો છે જ્યાંથી હરણાવ નદી નીકળે છે અને જંગલમાં ફેલાયેલી છે. નજીકના વિસ્તારોમાં તમે હરણાવ ડેમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિર અને અન્ય વારસા સ્થળની મુલાકાત