Posts

Showing posts from October, 2019

દીવમાં રહેવા તથા જમવા હોટેલ

દીવ જાઓ છો? હોટેલ હોઉસફૂલ છે? અમે લાવ્યા છીએ આપના માટે દીવમાં રહેવા તથા જમવા સાથે ઉત્તમ સુવિધા યુક્ત બંગલાઓ. તો આજે જ બુક કરાવો:- 9879200136

રણેશ્વર હનુમાન દાદા (ખડીર બેટ ક્ચ્છ)

Image
🚩શરદપુર્ણિમાનાં રણેશ્વર યાત્રા🚩 ગત રવિવારના દિવસે સર્વ ની મનોકામના પૂર્ણ કરનાર "શ્રી રણેશ્વર હનુમાનડાડાના દર્શન માટે સાહસ, શ્રદ્ધા , હિંમત, ભક્તિ, સમર્પણ થી ભરપુર શરદપુર્ણિમાનાં શુભ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પુર્વ કચ્છ જીલ્લાના કાર્યકરો કુનાલભાઈ તેમજ વિશાલભાઈ, મિહિર ભાઈ, યસભાઈ, અને પ્રભુભાઈ સાથે ખડીરના બાભંણકા સુધી કાર થી અને ત્યા થી આગળ ટાંટિયા ફેરવી નાખતી રોમાંચક અને થ્રિલર થી ભરપૂર પાણીદાર 5 કિમી રણની પદયાત્રા મા જોડાવાના અવસર થયો. એકવાર ફરી આ યાત્રામાં હેતાળ પ્રદેશ ખડીર અને ખમિરવંતા ખડીરવાસીઓની મહેમાનગતી માણવા નુ અવસર નો લાહવા ટાણે હમણાં નીજ હાડીભંડગદાદાની યાત્રા યાદગારીઓ તાજી થઇ ગયી. ખરાબપોરે અમરાપરવાસી મોહનભાઈ ના ઘરે થી મધ્યયાન ભોજન ભેંરો લઇ બાભંણકા રણના કાંઠે પહોંચ્યા. રણના નજારા રોમાંચિત કરનાર લાગ્યા રણની આથમણી બાજુ નજર કરો એટલે રણ નહીં પણ દરિયો લાગે ઉગમણી બાજુ કાંકિડોબેટ, ગાગંટોબેટ, કારોબેટ અને બીજા કેટલાક નાના બેટ રણ વચ્ચાળે નજરે ચડે અને સમગ્ર રણ મા જયા જયા પાણી સુકાઈ ગયેલ તયા સફેદ રણ નુ નયનરમય દ્રશ્યો દ્રશ્યમાન થાય. રણકાંઠે રોટલાશાંક ની જયાફત માણી તૃપ્

રાજસ્થાન જોવાલાયક સ્થળો...

✨જૈસલમેર ✨સેમનું રણ ✨તનોટ માતા (સરહદના દેવી) ✨રામદેવડા ✨ પોખરણ ✨બિકાનેર ( અનુભવવો જોઈએ. જુનાગઢ નો કિલ્લો, લાલગઢ મહેલ) ✨કરણી માતા ,(ઉંદર વાળું મંદિર) ✨ જોધપુર (ઉમેદ ભવન પેલેસ, મંદોર ગાર્ડન, સરદાર સમન તળાવ, મહેરાન ગઢ કિલ્લા, ) ✨જયપુર (સિટી પેલેસ, એમ્બર ફોર્ટ અને પેલેસ, જંતર મંતર અને બિરલા મંદિર, રાજ મંદિર સિનેમા, કનક ગાર્ડન) ✨પુષ્કર (વિદેશી લોકો વધુ આવે,, વિશ્વનું એક માત્ર બ્રહ્માનું મન્દિર, ત્યાં તળાવમાં પિતૃ સ્નાન) ✨રણથંભોર (ગીરની જેમ વાઘનું અભ્યારણ, ત્રીનેત્ર ગણેશ) ✨કુંભળગઢ ✨ઉદયપુર (લેક પિછોલા, ફતેહ સાગર અને ઉદય સાગર તળાવ, સિટી પેલેસ અને મોનસૂન પેલેસ) ✨ચિત્તોડગઢ ✨શ્રીનાથજી

વડસર તળાવ વાંકાનેર

Image
વાંકાનેરથી 8 કિલોમીટર દૂર લજાઇ જતા માર્ગ પર રાજવી પરિવારે બંધાવેલું વડસર તળાવ લીલાછમ ડુંગરોમાંથી વહેતા ઝરણાના હેતથી છલકાઇ ગયું છે. પર્યટક સ્થળ તરીકે વિકસેલા વડસર તળાવમાં છલકાતા નીર અને ચોમેર ડુંગરોમાં પથરાયેલી હરિયાળી મેઘરાજાની કૃપાથી જાણે પુલકિત થઇ ગઇ છે. તળાવની પાળેથી ઓવરફ્લો થઇને જતાં શ્વેત પાણીનો પ્રવાહ અને W આકારના તળાવનો નજારો જોઇ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો હીલ સ્ટેશને આવ્યા હોય તેવો રોમાંચ અનુભવી રહ્યા છે. વડસરના તળાવથી આગળ આવેલા ડુંગરાઓ (રતન ટેકરી) ની ટોચ ઉપર સૌરાષ્ટ્રનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર છે. તેનો આકાર પાંડવોના રથ જેવો છે. આજુબાજુમાં જંગલ વિસ્તાર છે.સારો વરસાદ થઈ જતા આ ડુંગરાઓ પર ઘાસ ઊગવાને કારણે લીલાંછમ બન્યા છે,જેના કારણે નયન- રમ્ય દ્દશ્ય જોવા મળે છે, ભારે કુદરતી વાતાવરણ સર્જાયું છે. જડેશ્વર પહોંચતા પહેલાં વાંકાનેર રાજવીએ બનાવેલું વડસર ગામ પાસે આ તળાવ આવે છે. આ તળાવનું નામ જસવંતસર તળાવ.  જેનું ખોદકામ છપ્પનિયા દુકાળ વખતે વાંકાનેરના