Posts

Showing posts from June, 2019

ગુજરાતનું સૌંદર્ય વિવિધ ઝરણાઓના પ્રદેશની મુલાકાત.

(हमसे भुल कर भी कोइ भुल हो ना। જણાવવાનું કે, આ માહીતી એટલા માટે મુકવામાં આવેલ કે ગુજરાત મા પણ આવુ કુદરતી સૌંદર્ય છે તેની માહિતી પ્રકૃતિ ના ચાહકો સુધી પહોંચે, અને માણે, ધીમે ધીમે આવા સ્થળોએ લોકો પ્રકૃતિ નુ ધ્યાન રાખે છે છતાં પોતાની ફરજ સમજવી.) ચાલો પ્રકૃતિ પ્રેમીઓ, કુદ્તી સૌદર્ય ના ચાહકો થઇ જાઓ તૈયાર. આછે ધરમપુર, રાજાશાહી નગરી, વલસાડ થી 30 કીમી પુવૅ, વાપી થી45કીમી ઉતરે, સુરત થી 90કીમી દક્ષિણે. આમ તો વરસાદ પડતાં જ ધરમપુર થી ડાંગ સુધીના દરેક ગામડાનું સૌદર્ય ખીલીઉઠે છે પણ ધરમપુર ની આજુ બાજુ શું છે તે જાણો અને માણો. ધરમપુર થી10કીમી બીલપુડી ગામે માવલી ધોધ, 15કીમી એ માકણબન ગામે આવેલ ગણેશ ધોધ, 25કીમી પર હનમત માળ ગામે આવેલ આહન ધોધ, 45કીમી પર વિલસન હીલ પાસે વાગવડ ગામે આવેલ શંકર ધોધ, 60કીમી એ અવલખંડી અને ખોબા ગામે સુંદર ધોધ આવેલા છે . ધરમપુર ગામ માં લેડી વિલસન મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, પૌરાણિક શ્રી રાધાકૃષ્ણ મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર, બરુમાલ 8કીમી પર શિવ મંદિર ઉપરાંત 45કીમી પર વિલસન હીલ જે સાપુતારા ની હાઇટ

પદમડુંગરી

ગુજરાતમાં જ આવેલી છે પદમડુંગરી નામની આહ્લાદક જગ્યા, ભાગ્યે જ કોઈને ખબર હશે.ગુજરાતમાં ફરવા-જમવા-રહેવાં માટે અઢળક જગ્યાઓ છે,જ્યાં પણ જઈએ ત્યાં ફરવાની તમે દરેક જિલ્લામાં 2-5 સ્થળ તો મળી જ રહે,ત્યારે આવા જ એક સ્થળની વાત કરીએ આજે જ્યાં તમને નીરવ શાંતિનો અનુભવ થસે,ઉપરાંત તમને ત્યાં રહેવું પણ ગમશે પદમડુંગરી આ નામ બહુ જ ઓછા લોકોએ સાંભળ્યું હશે પણ આ જગ્યા ગુજરાતમાં જ આવે છે. ગુજરાતના દક્ષિણ ભાગમાં વ્યારાથી 30 કિલોમીટર દૂર તાપી જિલ્લામાં આવેલી જગ્યા છે આ જગ્યા શહેરના ઘોંઘાટ અને પ્રદૂષણથી દૂર લઈ જશે. અહીં તમને પ્રાકૃતિક આહ્લાદક વાતાવરણનો અનુભવ થશે. સહ્યાદ્રી પર્વતમાળાનો વિસ્તાર આ વિસ્તાર સહ્યાદ્રી પર્વતમાળા પર આવેલો છે. આ જગ્યા પર અંબિકા નદીની પાસે આવેલી છે. આ વિસ્તાર પર્વતો, જંગલોથી છવાયેલો છે. અહીં દીપડા, હરણ, વિવિધ પક્ષીઓ વગેરે પણ જોવા મળશે. તમને અહીં નેશનલ જીયોગ્રાફી ચેનલ પર બતાવવામાં આવતા જંગલો જેવી ફિલિંગ આવશે. એક અદ્ભૂત શાંતિની સાથે કુદરતની અનોખી કલાના અહીં તમને દર્શન થશે માનસિક શાંતિનો અહેસાસ થશે આ જગ્યા બહુ ઓછી જાણીતી માટે અહીં ભારે ભીડ જોવા નહીં મળે. જે લોકો એકદમ શાંતિવાળી

સાપુતારા અને આબુ કરતા પણ જબરજસ્ત છે ગુજરાતનું આ છૂપું હિલસ્ટેશન

https://www.iamgujarat.com/lifestyle/travel/gujarat-hidden-gem-hill-station-which-is-better-then-saputara-and-abu-404462/?utm_source=facebook.com&utm_medium=referral&utm_campaign=ahwadongujarat07062019

હાથલા શનિદેવ જન્મતીર્થ

Image
હાથલા શનિદેવનું જન્મ સ્થળ હોવાનું કહેવાય છે, હાથલામાં મળી આવેલા અવશેષો 1500 વર્ષ જૂના છે. અહીં શનિદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. પુરાતત્વ વિભાગને ખોદકામ દરમિયાન 6-7મી સદીની મૂર્તી, શનિકુંડ સહિતની વસ્તુઓ અહીં મળી આવી હતી.  પૌરાણિક માન્યતા એવી છે કે પાંડવોએ શનિધામ હાથલામાં શનિદેવનું પૂજન-અર્ચન કર્યા બાદ કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આજે પણ હજારો શનિભક્તો અહીંના શનિકુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. ખાસ કરીને આ કુંડમાં સ્નાન કરીને પનોતી ઉતારવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામે છે. શનિ જયંતીના દિવસે સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી લોકો અહીં શનિદેવના દર્શન કરવા માટે આવે છે.  કહેવાય છે કે મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઇ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઇને જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ એટલે હસ્તીન સ્થળ. પ્રાચીનકાળનું હસ્તીન સ્થળ, મધ્યકાળમાં હત્થીથલ અને અર્વાચીનકાળમાં હાથલા, જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઇને પ્રગટ થયા તે આજનું હાથલા ગામ તરીકે ઓળખાવા લાગ્યું છે. શનિદેવના જન્મસ્થળને લઈને અનેક લોકવાયકાઓ રહેલી છે. પુરાણોમાં શનિદેવના જન્મસ્થાનને લઈને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે