Posts

Showing posts from December, 2019

ધનુષકોડિ (ભારતનું છેવાળાનું ગામ)

ભારતમાં એક એવું ગામ છે, કે જ્યાના સુમસામ રસ્તાઓ અને ડરાવનો માહોલ તમને પણ ડરાવી શકે છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે અહીં જવા પર તમને પાડોશી દેશ શ્રીલંકા નજીકથી જોવા મળશે. જી હા, અહીં વાત કરી રહયા છીએ, ધનુષકોડિ ગામની, જે ખાલી છે, વેરાન છે, પરંતુ શ્રીલંકાથી ફક્ત 18 કિલોમીટર દૂર છે. ધનુષકોડિ ગામ ભારત અને શ્રીલંકા વચ્ચે એકમાત્ર સ્થલીય સીમા છે, કે રેતીના ઢગલા પર ફક્ત 50 ગજની લંબાઈમાં વિશ્વના સૌથી નાના સ્થળોમાંનું એક છે. સાધારણ શબ્દોમાં કહીએ તો ભારતના છેવાડા પર એક એવી વેરાન જગ્યા છે જ્યાથી શ્રીલંકા દેખાય છે. જો કે હવે આ જગ્યા ભૂતિયા શહેરોની યાદીમાં સામેલ થઇ ગઈ છે. કારણ કે આ વિસ્તારમાં અંધારામાં ફરવાની મનાઈ છે. આ જગ્યા ડરવાની હોવા છતાં પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ છે. અહીં દિવસના અંજવાળામાં જાઓ અને સાંજ થતા પહેલા જ રામેશ્વરમ પરત ફરી જાઓ, કારણ કે 15 કિલોમીટરનો રસ્તો સુમસામ, ડરાવનો અને રહસ્યમયી છે. આ ગામ સાથે કેટ્લીક ધાર્મિક માન્યતાઓ અને કિસ્સાઓ-વાર્તા જોડાયેલા છે. પર્યટન ક્ષેત્રમાં આ જગ્યા હાલ ઉભરાઈને આવી છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ભૂતિયા શહેરને જોવા આવે છે. ભારતીય જળસેનાએ પણ અ

અનલગઢ

Image
અનલ એ ટલે અગ્નિથી પણ ન બળે શકે તેવો ગઢ એટલે અનળગઢ છે. અનલગઢ ગામમાં ઐતિહાસિક કિલ્લો અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. જુના ગોંડલ રાજયમાં આવેલા રર૦ વર્ષ જુના આ ઐતિહાસિક કિલ્લાનું મહત્વ ધણું છે. ઊંચી ટેકરી ઉપર આ કિલ્લો આવેલો હોય કુદરતી વાતાવરણ સાથે આથમતા સુર્યનું દ્રશ્ય મનમોહક લાગે છે. અનળગઢ કુદરતી રીતે આજે પણ અપ્રતિમ ઉર્જા ધરાવતું સ્થળ છે. ચાર્જેબલ ટીંબો છે, ત્યાં બેસતા આપણાં શરીર તત્વોમાં ઉર્જા ચાર્જ થતી લાગે છે જે પ્રકૃતિની દ્રષ્ટીએ એક વિશેષતા છે.

શાળાકીય પ્રવાસ આયોજન

પ્રવાસ આયોજન માટેના તમામ પત્રકો નીચે આપેલ લિંક પર થી લઈ શકો છો. https://www.indianaukari.xyz/2019/12/school-pravas-aayojan-file-pdf-word.html?m=1