Posts

Showing posts from April, 2020

ખીમસર (કિલ્લા અને મહેલોનું સુંદર શહેર)

નાગૌર રાજસ્થાનનું એક મુખ્ય શહેર છે. આ નાગૌરનું જિલ્લા મથક છે. ઐતિહાસિક રીતે આ સ્થળ અત્યંત મહત્વપૂર્ણ છે. નાગૌર બલબનની જાગીર હતી. જેને શેરશાહ સૂરીએ ૧૫૪૨મા જીતી લીધું હતું. આ ધરતી પોતાના કિલ્લા અને મહેલોના રૂપમાં બેનમૂન સુંદરતા સમેટેલી છે. નાગૌરની સુંદરતા અહીંના કિલ્લા અને છતરીઓ છે જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ નાગૌરમાં પ્રવેશ કરતાં જ જોવા મળે છે. આ નગરની ત્રણ મુખ્ય દ્વાર છે-દેહલી દ્વાર, ત્રિપોલિયા દ્વાર અને નાકાશ દ્વાર નાગૌર અને તેની આસપાસ મુખ્ય પર્યટન સ્થલોમાં નાગૌરનો કિલ્લો, તારકિનની દરગાહ, વીર અમરસિંહની છતરી, મીરાબાઇનું જન્મસ્થળ મેડતા, ખીવસર કિલ્લો અને કુચામન કિલ્લો વગેરે છે. કિલ્લાની અંદર પણ નાના નાના અત્યંત સુંદર મહેલ અને છતરીઓ છે. નાગૌર કિલ્લો દૂર-દૂર સુધી ફેેલાયેલી રેતીની વચ્ચે એક પ્રકાશ સ્તંભની જેમ જોવા મળે છે. નાગૌરનું આકર્ષણ અહીંનો પશુ મેળો છે. આ મેળામાં વિભિન્ન પ્રકારના પશુઓનું ખરીદ-વેચાણ ઉપરાંત ઊંટી દોડ, કઠપૂતળી ખેલ, રાજસ્થાની નૃત્ય, મરઘાઓની લડાઇ વગેરે સહેલાણીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે.અહીના જોવા લાયક સ્થળોનો પરિચય... નાગૌર કિલ્લો નાગૌર કિલ્લો એક મુખ્ય અને આકર્ષક પર્યટન