Posts

Showing posts from March, 2021

ટપકેશ્વરી (ભુજ)

ટપકેશ્વરી એ ભુજ થી જદુરા રોડ પર ભુજ થી આસરે 10 કીમી ના અંતરે આવેલું ટપકેશ્વરી માતાજીનું પૌરાણિક મંદિર છે. મંદિરની નીચે પાણીનું ઝરણું સતત ચાલુ જ રહે છે. એવું કહેવાય છે કે ભુતકાળમાં તે માતાજીની મૂર્તિ પર પાણીનો ટપ ટપ અભિસેક ચાલુ જ રહેતો તેથી તે જગ્યાનું નામ ટપકેશ્વરી પડ્યું... મંદિર સિવાય તેની આસપાસ રાજાઓના સમયમાં પથ્થરોના નાના નાના રૂમો બનેલા છે. રૂમોની વચ્ચેથી એક રસ્તો બાજુમાં રહેલ ડુંગર પર જાય છે. તે ડુંગરોના પથ્થરોમાં કુદરતી રીતે જ ખુબ સુંદર કોતરણી થયેલી છે. તેનો અદ્ભુત નમૂનો નીચે ફોટાઓમાં જોઈ શકો છો... આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ અને ટ્રેકરો માટે આદર્શ છે. ચોમાસામાં આ ડુંગરો લીલુડી ચાદર રુપી ચુંદડી ઓઢી નવી નવેલી દુલ્હનની જેમ શોભી ઉઠે છે. મંદિરની ડાબી બાજુએથી એક રસ્તો બાજુના ડુંગર પર જાય છે. ત્યાંથી ઉપર ચડી ડાબી બાજુએથી સી (C) આકારમાં ટ્રેક કરી સામેની બાજુએ નીચે ઉતરી શકાય છે. લગભગ 2 કલાક નો સુંદર ટ્રેક છે. ફોટો માટે અહીં ક્લિક કરો.. https://m.facebook.com/story.php?story_fbid=3693669037425818&id=100003482741015

હિમાચલ પ્રદેશ .... વશિષ્ઠ ગામની મુલાકાત

Image
વશિષ્ઠ મંદિર 4000 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે.. ભારતીય હિન્દુ સંસ્કૃતિની વારસોની વાત કરવામાં આવે તો વશિષ્ઠ ગામ ખૂબ મહત્વનું છે.  વશિષ્ઠ મંદિરની બાજુમાં ભગવાન રામનું એક પ્રાચીન પથ્થર મંદિર પણ છે. આ સ્થળ એક મહત્વપૂર્ણ હિન્દુ તીર્થસ્થાન કેન્દ્ર છે.  વશિષ્ઠ હોટ વોટર સ્પ્રિંગ આ ક્ષેત્રના પ્રખ્યાત આકર્ષણોમાંનું એક છે. માનવામાં આવે છે કે ગામની વચો વચ આવેલ આ ગરમ ઝરણાના કુંડ ભગવાન રામના નાના ભાઈ લક્ષ્મણ દ્વારા બનાવવામાં આવેલ હતા.  સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું તે મુજબ વશિષ્ઠ ઋષિને દૂર ન્હાવા જવું ન પડે તે માટે લક્ષ્મણજીએ જમીનમાં એક તીર ચલાવ્યું, અને ગરમ ઝરણાં ઉભરી આવ્યા. જ્યાં આજે પણ ગરમ ઝરણાં જોવા મળે છે.. જેમાં નહાવાનો લ્હાવો છે..  માનવામાં આવે છે કે ગરમ પાણીના કુંડ ઔષધીય મૂલ્ય ધરાવે છે. તેમાં સ્નાન કરવાથી ચામડીને લગતા રોગો નાશ પામે છે.  ઘણા લોકો વશિષ્ઠ સ્નાનમાં ડૂબકી લેવા જાય છે અને ત્વચાની ચેપ અને રોગોથી છૂટકારો મેળવે છે. પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ કુંડની વ્યવસ્થા પણ છે. નજીકમાં પહાડી પર જોગણી ધોધ આવેલ છે.. જે પણ માણવાલાયક છે. મનાલીથી થોડા કિલોમીટર દૂર વશિષ્ઠ મંદિર આવેલું છ

નૈનીતાલ - ઉત્તરાખંડનું રમણીય સ્થળ

આમ તો નૈનીતાલ જવા માટે અમારે કોઈ ખાસ કારણ ન હતું. ભીડભર્યા એ પર્વતીય નગરમાં જવાનું આકર્ષણ થાય એવું અમારા માટે તો કંઈ નથી એમ કહું તો ચાલે, પણ બધાની માન્યતા એવી ન પણ હોય. નગરમાં અને આસપાસ હજુ ઘણું એવું સચવાયું છે કે ત્યાં જવાનું ખેંચાણ દરેકને રહે જ છે પણ અમારો હેતુ તો ત્યાં વસતા એક મિત્રને મળવાનો જ હતો, આ કારણે ત્યાંના કોઈ પ્રસિદ્ધ સ્થાનોની મુલાકાત અમે આ વેળા તો નહોતી લીધી.. આમ છતાં જે મિત્રો ત્યાં ગયા નથી પણ જવા માટે ઉત્સુક છે તેમને માટે કેટલીક માહિતી આપવાનો પ્રયત્ન કરું છું.. આ વિશે થોડું તો મેં પ્રવાસ વખતે જ લખ્યું હતું એટલે પુનરાવર્તન નથી કરતો. જે મિત્રોને રસ હોય તેઓ મારી વોલ પર એક મહિનો પાછળ જશે તો એ પોસ્ટ મળી જશે.. એટલે આજે અહીં સામાન્ય રીતે બધાને ઉપયોગી થાય એવી માહિતી જ આપું છું.. પ્રવાસ જ્યારે લાંબો હોય ત્યારે ખર્ચની બાબતમાં કરકસર એ પહેલી જરૂરિયાત છે... હિમાલયમાં પણ હવે દિવસે દિવસે મોંઘવારી ખૂબ વધી રહી છે. જ્યાંને ત્યાં ગજવું ઠીક ઠીક હળવું થઈ જાય એવી સ્થિતિ છે. એમાંયે પ્રસિદ્ધ હીલ સ્ટેશનોની મુલાકાત લેતાં તો સાત વાર વિચાર કરવો પડે ! જો તમે અમારી જેમ બધું ચલાવી લેનાર