Posts

Showing posts from September, 2021

નિષ્કલંક મહાદેવ

Image
ભાવનગરથી 23 કિમી દૂર કોળિયાક નજીક દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતીથી બનાવેલું જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ આવેલું છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે ભાવનગરથી 23 કિમી દૂર આવેલ કોળિયાક ખાતે દર વર્ષે ભાદરવી અમાસે બે લાખ કરતાં પણ વધુ ભાવિકો દરિયાનું પવિત્ર સ્નાન કરી પુણ્ય કમાય છે.  આ જગ્યાની ખાસિયત એ છે કે ભરતીના સમયે શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને ઓટના સમયે ફરી દેખાય છે. આ બીચથી દરિયામાં અંદર ૩ કિલોમીટર અંદર અરબી સમુદ્રમાં સ્થિત છે આ નીશ્કંલ મહાદેવ. અહીંયા રોજ અરબી સમુદ્રની લહેરો શિવલિંગો પર જળાભિષેક કરતી જ રહેતી હોય છે !!! રસ્તો ક્યારેક સમુદ્રમાં જતો રહેતો હોય છે પણ એમાં પાણીમાં થઈને ચાલીને ત્યાં જઈ શકાય છે પણ એ માટે સમુદ્રની ભરતી ઓસરવાની રાહ જોવી પડતી હોય છે !!! ભરતીના સમયે માત્ર આ મંદિરની ધજા અને સ્તંભો જ નજરે પડી શકતાં હોય છે. આને જોઇને કોઈપણ વ્યક્તિ એ અંદાજો લગાવી શકતો કે પાણીની નીચે સમુદ્રમાં મહાદેવનું એક અતિપ્રાચીન મંદિર સ્થિત છે !!!અહિયાં ભગવાન શિવજીના પાંચ સ્વયંભુ શિવલિંગ છે !!! પાંડવો અહીં કૌરવો સામેના મહાભારતના યુદ્ધ બાદ પાપમાંથી મુક્ત થયા હોવાથી આ સ્થળ નિષ્કલંક તરીકે વિખ્યાત છે. જ્ય