Posts

Showing posts from March, 2022

નિષ્કલંક મહાદેવ કોળિયાક

Image
ભાવનગર થી 23 કિલોમીટરના અંતરે આવેલ કોળીયાક નજીક, દરિયા વચ્ચે પાંચ પાંડવોએ રેતી થી બનાવેલ જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ આવેલું છે. ત્રણ મહિનાના અંતિમ દિવસે ભાવનગર થી 23 કિલોમીટર દૂર આવેલ કોળીયાક ખાતે દર વર્ષે ભાદરવી અમાસે બે લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ દરિયાનું પવિત્ર સ્નાન કરીને પુણ્ય કમાય છે. પાંડવો અહીં કૌરવો સામેના મહાભારતના યુદ્ધ પછી પાપમાંથી મુક્તિ મેળવવા માટે આવ્યા હતા. માટે આ સ્થળ નિષ્કલંક તરીકે વિખ્યાત છે. જ્યોતિર્લિંગ નિષ્કલંક મહાદેવ ની સ્થાપના અંગે ની કથા. આ શિવલિંગની સ્થાપના અંગે લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે, કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો – કૌરવો સહિત અનેક મોતને ભેટતા પાંચ પાંડવોને થયું કે, આપણા માથે કલંક ચડ્યું છે. આથી તેઓ દૂર કરવા માટે ઉપાય પૂછવા દુર્વાસા મુનિ પાસે ગયા, ત્યારે તેમણે ઉપાય જણાવ્યો કે, તમે હાથમાં કાળી ધજા રાખી દરિયાને કાંઠે ચાલતા ચાલતા જાઓ. એ કાંઠે એવી પવિત્ર ધરતી આવશે કે, જ્યાં સ્નાન કરવાથી તમારી ધજા કાળી માંથી ધોળી જશે. ત્યારે માનજો કે તમારામાં પરથી કલંક હટી ગયું. પાંડવોએ દુર્વાસા ઋષિને પૂછ્યું કે, આ જગ્યા અમને ક્યાં મળશે. ત્યારે દુર્વાસા મુનિએ કહ્યું કે,.બ