કચ્છ દર્શન Kutch tour Places
આજે અષાઢી બીજ છે..
કચ્છી સંસ્કૃતિ પર બનેલી 'ધાડ' ફિલ્મના એક દૃશ્યમાં નાયક ઘેલાના મિત્રને પીવા આપેલ પાણીના કળશ્યામાંથી છુટથી મોઢું ધોતો જોઇને નાયકની પત્ની કહે છે.
"તમે કચ્છના નથી લાગતા."
કેમ ?
"આટલા પાણીમાં તો અહિંના માડુ (માણસ) નહાય લ્યે."
૧૯૭૪ માં આવેલ એક ગુજરાતી સુપરહિટ ફિલ્મમાં 
સ્વર્ગની અપ્સરા હોથલ પદમણી સાથે પરણેલો ઓઢો જામ અષાઢી મોરલાના ગહેંકાટથી વતન (કચ્છ) ની યાદે ઉદાસ થતાં 
હોથલ મોરને વઢે છે.
મત લૈવ મત લૈવ મોરલા, ને લૈવ તો આઘેરો જા.
એક તો ઓઢો અણોહરો મથે તોંજી ઘા.
મોરનો ઉત્તર 
"અસીં ગીરીવર જા મોરલા કંકર પેટ ભરાં, અસાંજી ઋત આવે ન બોલીએ તો તો મુંજા હૈયાં ફાટ મરાં."
હોથલ મોરને મારવા લ્યે છે..
ઓઢો રોકે ...
હોથલ પુછે..
અરે તારી કચ્છની ભૂમિમાં છે શું ?
આવર, બાવર, બોરડી....
જેનો જવાબ ઓઢો બહુ સરસ આપે છે...
.  .  .  .  .   .   .   .   .   .  .  .
એક સમય હતો જ્યારે સૌરાષ્ટ્રમાં કોઇ અધિકારી મનસ્વી વર્તન કરતો ત્યારે રાજ નેતા તતડાવતી ભાષામાં ધમકાવતા કે
"કચ્છ માં બદલી કરાવી દઇશ.."
"પીવા પાણી ય નહી મળે.."
વીસ વર્ષ પહેલાં..
કચ્છ એટલે સુકો નપાણીયો પ્રદેશ.
પણ 
૨૦૦૧ માં આવેલ ભુકંપની તારાજી પછી ન માત્ર ગુજરાત સરકાર કે ભારત સરકાર પણ પ્રત્યેક ભારતવાસીના હ્રદયમાં કચ્છ માટે એવી અનુકંપા જાગી અને એમાં ય તે દેશ વિદેશમાં વસતા NRK એટલે કે Non resident Kutchchhi એટલે કે બિન નિવાસી કચ્છી માડુઓ એ કચ્છના વિકાસમાં એવો સાથ અને સહકાર આપ્યો કે...
કચ્છની સિકલ જ બદલી ગઇ..
ફોરવર્ડ થતા HPS ના દાણા માં એક સમયે માંગરોળ (જુનાગઢ)નું નામ હતું એને તો કચ્છે ક્યારનું ય પાછળ છોડી દીધું છે જ પણ 
#वो_भी_एक_वक्त_था ☝️
और 
#अब_ये_आलम_है_की 👇
કેસર કેરીનું ઘર એવા ગીર પંથક કરતાં ચડીયાતી કચ્છી માડુ જેવી જ કચ્છની મધમીઠી અમૃત જેવી કેસર કેસર કેરીની  આજે ગીરમાં આયાત થાય છે.
તમે કચ્છમાં ફરવા માટે આવવાનું વિચારતા હોય તો આ મેસેજ આપના માટે જ છે.
(આગળનું સ્થળ ગૂગલ મેપમાં લોકેશન દ્વારા જોઈ લેવું )
રાધનપુરથી કચ્છ આવતા હોય તો સાંતલપુર આડેસર થઈને તેમજ મોરબીથી સાંમખીયાળી થઈને આ રૂટમાં જવાય (🥘 ☑️ આ નિશાની વાળા સ્થળોએ રહેવા, જમવાની સગવડ ઉપલબ્ધ છે.)
👉🏻મોમાયમોરા મોમાય માતા મંદિર
👉🏻વ્રજવાણી 🥘 ☑️
(રવેચી રવેચી મંદિર )
બાલાસર થઈને ધોળાવીરા તરફ જતા સ્થળો
👉🏻છિપર પોઈન્ટ - અમરાપર રતનપર ☑️
👉🏻ધોળાવીરા (નાઈટ)🥘 ☑️
👉🏻ધોળાવીરા મ્યુઝિયમ
👉🏻પુરાતત્વીય ઉત્ખનન સાઈટ
👉🏻ફોસિલ પાર્ક
👉🏻ભંજડો ડુંગર દત્તાત્રેય મંદિર
ધોળાવીરાથી ખાવડા (રણના રસ્તે નવો રસ્તો)
👉🏻ખાવડા ચા- નાસ્તો (ખાવડાનો માવો, ચવાણું)
👉🏻કાળો ડુંગર 🥘☑️
👉🏻ઈન્ડિયા બ્રિજથી police&BSF પરમિશન જોઈએ 
      (વિઘાકોટ બોર્ડર - ભેડિયા બેટ હનુમાન મંદિર)
👉🏻ધોરડો 🥘☑️ ( ભુંગા રિસોર્ટમાં નાઈટ ) અથવા  
      ભુજ પણ આવી શકાય
👉🏻હાજીપીર 
👉🏻માતાના મઢ 🥘☑️ દયાપર 🥘
👉🏻લખપત ફોર્ટ સાઈટ
👉🏻ગુરુદ્વારા લખપત 🥘☑️
👉🏻નારાયણ સરોવર 🥘☑️ 
👉🏻કોટેશ્વર નલિયા થઈને 
👉🏻પિંગલેશ્વર મહાદેવ 🥘☑️
👉🏻બીચ 
👉🏻અંબેધામ ગોધરા 🥘☑️
માંડવી ના જોવાલાયક સ્થળો :-
👉🏻વિજય વિલાસ પેલેસ
👉🏻માંડવી બીચ 
👉🏻 ક્રાંતિ તીર્થ
👉🏻સ્વામિનારાયણ મંદિર 🥘☑️
👉🏻૭૨ જિનાલય 🥘☑️
👉🏻ધ્રબુડી મંદિર ગુંદિયાળી
મુંદ્રા તરફના સ્થળો
👉🏻મુંદ્રા પોર્ટ
👉🏻ભદ્રેશ્વર 🥘☑️
👉🏻અંજાર - જેસલ તોરલ સમાધી 
👉🏻 ગોવર્ધન પર્વત સત્તાપર🥘
👉🏻 સૂરજબારી ટોલ પાસે નવા કટારિયા માનસધામ હનુમાન મંદિર 🥘☑️
ભુજ અને 15 km આસપાસમાં જોવાલાયક સ્થળો  
👉🏻સ્વામિનારાયણ મંદિર 🥘☑️ 
👉🏻ભુજના મ્યુઝિયમો
👉🏻હમીરસર તળાવ રાજેન્દ્ર પાર્ક
👉🏻ભુજ મહારાવની છતેડી
👉🏻ભુજિયો ડુંગર ભુજ અને ભુજોડી શોપિંગ
👉🏻 ત્રિમંદિર ભુજ 🥘☑️
👉🏻યક્ષ મંદિર માધાપર🥘☑️
👉🏻રક્ષકવન
👉🏻રુદ્રાણી માતા મંદિર
👉🏻ધ્રંગ દાદા મેકરણધામ 🥘☑️
👉🏻 પુંવરેશ્વર મહાદેવ મંદિર (મંજલ પાસે)
👉🏻વિથોણ ખેતા બાપા સંસ્થાન 🥘☑️
👉🏻 યક્ષ મંદિર
👉🏻કળિયા ધ્રો નથરકુઇ મા થી (સ્થાનિકને સાથે રાખવા)
👉🏻ચાડવા રખાલ (સામત્રા ગામ પાસે)
👉🏻થાન જાગીર અને ધિણોધર સંતકૃપા હોટેલ નખત્રાણા
👉🏻શિવ મંદિર કેરા 
👉🏻 અબજીબાપા છતેડી બળદિયા 🥘☑️
(ભુજ રોકાણ કરીને નજીકના તમામ સ્થળોએ આવ-જા પણ કરી શકાય)
(કચ્છમાં જૈન મંદિરો અને સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા જમવાની સગવડ હોય છે)
(ઓનલાઈન હોટલ/રિસોર્ટ બુકિંગ પણ  કરાવી શકાય)
 આ રૂટ તમે નીચેથી ભુજ/ભદ્રેશ્વરથી શરૂ કરીને ધોળાવીરા તરફથી પરત જઈ શકો..
આ ચેનલ પર આપ વિડિયો દ્વારા 👇🏻 માહિતી મેળવી શકો
મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર થી રૂટ ગોઠવી શકાય
મોરબી
👇
વિથોન ખેતા બાપા સંસ્થાન
👇
માતાના મઢ
👇
3 km ગુફામાં જ્યોતિના દર્શન
👇
નારાયન્સરોવર
👇
અંબેધામ ગોધરા
👇
માંડવી
👇
ભુજ
👇
ધ્રાંગ મેકરણ દાદા
👇
રક્ષક વન , રુદ્રાણી જાગીર
(જ્યાં નજીકમાં કૂનરિયા ગામ આવેલું છે... જ્યાં લગાન શૂટ થયું હતું)
👇
કાળો ડુંગર, સફેદ રણ
👇
ભુજોડી
👇
ભુજીયો ડુંગર
👇
અંજાર
👇
કબરાઉ 
👇
સાંમખીયાળી ગાંધી જૈન ભોજનાલય 
ખરીદી
 
 
 
 
 
Comments
Post a Comment