ગુજરાતનું સૌંદર્ય વિવિધ ઝરણાઓના પ્રદેશની મુલાકાત.
(हमसे भुल कर भी कोइ भुल हो ना।   જણાવવાનું કે, આ માહીતી  એટલા માટે મુકવામાં આવેલ કે ગુજરાત મા પણ આવુ કુદરતી સૌંદર્ય છે તેની માહિતી પ્રકૃતિ ના ચાહકો સુધી પહોંચે, અને માણે, ધીમે ધીમે આવા સ્થળોએ લોકો પ્રકૃતિ નુ ધ્યાન રાખે છે છતાં પોતાની ફરજ સમજવી.)                                                                                      ચાલો પ્રકૃતિ પ્રેમીઓ, કુદ્તી સૌદર્ય ના ચાહકો થઇ જાઓ તૈયાર. આછે ધરમપુર, રાજાશાહી નગરી, વલસાડ થી 30 કીમી પુવૅ, વાપી થી45કીમી ઉતરે, સુરત થી 90કીમી દક્ષિણે. આમ તો વરસાદ પડતાં જ ધરમપુર થી ડાંગ સુધીના દરેક ગામડાનું સૌદર્ય ખીલીઉઠે છે પણ ધરમપુર ની આજુ બાજુ શું છે તે જાણો અને માણો. ધરમપુર થી10કીમી બીલપુડી ગામે માવલી ધોધ, 15કીમી એ માકણબન ગામે આવેલ ગણેશ ધોધ, 25કીમી પર હનમત માળ ગામે આવેલ આહન ધોધ, 45કીમી પર વિલસન હીલ પાસે વાગવડ ગામે આવેલ શંકર ધોધ, 60કીમી એ અવલખંડી અને ખોબા ગામે સુંદર ધોધ આવેલા છે . ધરમપુર ગામ માં લેડી વિલસન મ્યુઝિયમ, સાયન્સ સેન્ટર, પૌરાણિક શ્રી રાધાકૃષ્ણ મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિર,  બરુમાલ 8કીમી પર શિવ મંદિર ઉપરાંત 45કીમી પર વિલસન હીલ જે સાપુતારા ની હાઇટ નો અનુભવ કરાવે છે. ધરમપુર થી માકણબન રસ્તે 20કીમી પર અરણાઇ ગામે ગરમપાણી ના ઝરા આવેલા છે આવા ઝરા સુરત થી સાપુતારા જતાં ઉનાઇ ગામે પણ છે. પ્રકૃતિ અને ફોટોગ્રાફી, યુ ટયુબર ના ચાહકોને વષારૂતુ અહી સ્વર્ગ નો અનુભવ કરાવે છે. ધરમપુર ની આસપાસ ધણી નાની મોટી ટ્રેકીગ સાઇડ છે જેમાં આબાતલાટ ડુંગર 10 કીમી તેની સામે  સાડુને ડુંગર, લુહેરી ગામે બીસે ડુંગર, ગોરખડા ગામેથી વિલસન હીલ લાબું ટ્રેકછે, અહી નાનીકોરવડ, મોટી કોરવડ, ગાર બરડા, વાગવડ, પંગારબારી ગામો હીલ પર આવેલા છે. ચોમાસામાં અહી તાન, માન અને પાર નદીઓ પુરબહાર માં ખીલે છે વર્ષ નો 90થી 100" વરસાદ સામાન્ય છે ખેત પેદાશ મા ચોખા, નાગલી, વરઇ ધાન, હળદર, આંબાહળદર, કચુરલો અને  વિવિધ શાકભાજી ના પાક લેવાય છે. અહીં સ્વાદ ના શોખીનો એ આદીવાસી લોકો નુ શુધ્ધ ભોજન જરૂર ચાખવું જેમાં ચોખા અને નાગલી ના રોટલા, લીલા વાંસ નુ શાક, વાસ નુ અથાણું,કંવરી ની ભાજી, કાળી અડદ ની દાળ, ખીચડી કઢી, સ્પે. ચટણી જે ધરમપુર થી 25 કીમી વાસદા જતાં રસ્તામાં "નાહરી" આદીવાસી બહેનો દ્વારા ચલાવાતુ  રેસ્ટોરન્ટમાં ચોમાસામાં મળી રહે છે .અહીં આદીવાસી લોકો માં તાડપા, તુંર, કાહળે જેવા વાધો વિવિધ પ્રસંગે વગાડેછે તેમને સમુહ મા તાલે નાચતા જોવા અને નાચવાની મજા લેવા જેવી છે અહી કુકણાં, વારલી અને ધોળીયા બોલી બોલાય છે સામાન્ય રીતે ગુજરાતી સમજે છે આ એરીયા સાગ ના લાકડા અને હાફુસ કેરી માટે ફેમસ છે લાકો અહીં મહુડા ની ડોડી નુ તેલ કાઢી ખાવા માં વાપરે છે. ધરમપુર માં 800થી 1500 ના ભાવ મા રહેવા માટે હોટલ મળી રહે છે. અહીફરવા આવનારે ખાસ ધ્યાન રાખવું, વિવિધ જીવજંતુ ઝેરી સાપ નિકળતા હોય પુરા કપડાં અને બુટ પહેરીને ફરવું.પ્રકૃતી નુ જતન કરવુ, કચરો યોગ્ય જગ્યાએ   નાખવો.
 
 
 
 
 
Comments
Post a Comment